ત્રણેય સેનાના પ્રમુખોએ પણ કર્યા અંતિમ દર્શન, રક્ષા મંત્રાલયે કહ્યું- મૃતદેહની ઓળખ કરવી ઘણું જ મુશ્કેલ

ભીની આંખો, ગમગીન વાતાવરણ વચ્ચે આજે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પહેલા તમામના મૃતદેહ વેલિંગ્ટનથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ અને અન્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સુરવીરોના પરિવારને પણ મળ્યા અને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત ભારતીય લશ્કર, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવીના વડા પણ શ્રદ્ધાંજલિ આપવા પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા.

શહીદોના આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંઘ, જેડબ્લ્યુઓ દાસ, જેડબ્લ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, લાન્સ નાઈક ગુરસેવક સિંહ, લાન્સ નાઈક ​​જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજા. પીએમ મોદીએ બધાને શ્રદ્ધાંજલિ આપી. આવતીકાલે ભારતીય સમય અનુસાર બપોરે ચાર કલાકે તમામને અંતિમ વિદાય આપવામાં આવશે.