સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકોની જેની ઉપર નજર હતી તે ભારતના ઈસરોના સૂર્ય મિશને વધુ એક ઈતિહાસ રચી દીધો છે, આદિત્ય L1 ઉપગ્રહે તેના નિર્ધારિત સાથે સૂર્યની નજીકપોતાની જાતને અંતિમ વર્ગમાં સ્થાપિત કરી દીધી છે.આદિત્ય ઉપગ્રહ L1 પોઈન્ટની હેલો ઓર્બિટમાં પ્રવેશી ચૂક્યો છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ને ભારતના પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય-L1’ને તેની ગંતવ્ય ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકવા બદલ દેશના રાષ્ટ્રપતિ સહિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇસરોની ટીમને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.

ભારતની પ્રથમ સોલર ઓબ્ઝર્વેચરી આદિત્ય-L1 તેના ગંતવ્ય સ્થાને પ્રવેશી ચૂક્યો છે,આ સૌથી જટિલ અવકાશ મિશનને સાકાર કરવામાં આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણનો પુરાવો છે.
મહત્વનું છે કે અગાઉ ભારતે ચંદ્રયાન 3નું દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો, હવે સૂર્ય મિશનની સફળતા મામલે દેશની જીત થઈ છે.
આદિત્ય L1 જ્યાં લગરેન્જ પોઈન્ટ પર સ્થાપિત કરવામાં આવ્યું છે, ત્યાં ગુરુત્વાકર્ષણ નિષ્ક્રિય રહે છે.
હવે આ સ્થાનેથી આદિત્ય સતત સૂર્યનો અભ્યાસ કરશે અને અવકાશના હવામાન વિશે મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરશે જે ભારત જ નહીં પણ વિશ્વભરના વૈજ્ઞાનિકોને કામ લાગશે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ભારતે વધુ એક ઈતિહાસ લખ્યો છે,ભારતનું પ્રથમ સૂર્ય મિશન તેના મુકામ પર પહોંચી ગયું છે. આ આપણા વૈજ્ઞાનિકોની મહેનતનું પ્રમાણ છે, જેના કારણે આટલું જટિલ મિશન પણ સફળ રહ્યું છે. માનવતાની ભલાઈ માટે આવા વધુ મિશન ચાલુ રાખવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ને ભારતના પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય-L1’ને તેની ગંતવ્ય ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે આ મિશન સમગ્ર માનવતાને લાભ કરશે. મુર્મુએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “ISROએ બીજી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે, ભારતનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય-એલ1’ સફળતાપૂર્વક ગંતવ્ય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, “આ અદ્ભુત સિદ્ધિ માટે સમગ્ર ભારતીય વૈજ્ઞાનિક સમુદાયને અભિનંદન.
આ મિશન સૂર્ય-પૃથ્વી સિસ્ટમ વિશે વધુ જાણી શકાશે જે સમગ્ર વિશ્વમાં માનવતાને લાભકર્તા રહેશે.
ઈસરોએ આજે ​​દેશના પ્રથમ અવકાશ-આધારિત મિશન ‘આદિત્ય L1’ અવકાશયાનને સૂર્યનો અભ્યાસ કરવા માટે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર તેની અંતિમ ગંતવ્ય ભ્રમણકક્ષામાં મૂક્યું છે.

ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અવકાશયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી પ્રણાલીના ‘લેગ્રેન્જ પોઈન્ટ 1’ (L1) ની આસપાસ પ્રભામંડળની કક્ષામાં પહોંચ્યું હતું.
‘L1 બિંદુ’ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ એક ટકા જેટલું છે.
જે સૂર્યના દરેક એન્ગલની જાણકારી મોકલશે જેનાથી અનેક રહસ્યો જાણી શકાશે.