માર્ચ મહિનામાં જી20 સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ અમદાવાદના મહેમાન બનશે
9થી 13 માર્ચ સુધી મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ
India vs Australia Test series : ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની ચોથી અને અંતિમ ટેસ્ટમાં હાજરી આપશે. એક અહેવાલ મુજબ, બંને દેશોના નેતાઓ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની સાક્ષી બનશે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ નિહાળશે. IND vs AUS વચ્ચેની 4થી ટેસ્ટ એ પ્રથમ ક્રિકેટ મેચ હશે જેમાં પીએમ મોદી સ્ટેડિયમમાં હાજરી આપશે. જ્યારથી નવીનીકૃત સ્ટેડિયમનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સિડની ટેસ્ટ દરમિયાન, જે ત્રીજી જાન્યુઆરીએ રમાઈ હતી ત્યારે જ અમદાવાદમાં યોજાનારી ટેસ્ટ મેચ નિહાળવાનો સંદેશો પોતાના ખેલાડીઓને આપી દીધો હતો. ક્રિકેટના મેદાનમાં બંને દેશના ખેલાડીઓ વચ્ચે ભારેલા અગ્નિ જેવો સંબંધ પીચ વિવાદને કારણે થયેલો છે પરંતુ બંને દેશોના આર્થિક સંબંધો વધુ ગાઢ બન્યા છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છ વર્ષના અંતરાલ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી રમાશે. વર્ષ 2017માં ભારતમાં રમાયેલી છેલ્લી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.