ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં જવા માટે હવે ચારેય દિશામાંથી ફ્લાઈટનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે.

2024,6 જાન્યુઆરીથી ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટની તારીખો નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે ગયા શનિવારે પીએમ મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું.

હવે તા.6 જાન્યુઆરીથી એરપોર્ટ ઉપર પ્લેનની ચારે દિશામાં આવન-જાવન શરૂ થઈ જશે.

જોકે,ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ અલગ-અલગ તારીખોથી શરૂ થશે જે નીચે મુજબ છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ 17 જાન્યુઆરીથી અયોધ્યાની વન સ્ટોપ યાત્રા શરૂ કરશે.
એરલાઇનની ફ્લાઇટ દક્ષિણમાં બેંગ્લોરથી સવારે 8.05 વાગ્યે અયોધ્યા માટે ઉપડશે અને સવારે 10.35 વાગ્યે અયોધ્યા પહોંચશે. તે અયોધ્યાથી બપોરે 3.40 વાગ્યે ઉપડશે અને સાંજે 6.10 વાગ્યે બેંગ્લોર પહોંચશે.
તે અઠવાડિયામાં ત્રણ દિવસ સુનિશ્ચિત થયેલ છે.
પ્લેન અયોધ્યાથી 11.05 વાગ્યે ઉપડશે અને 12.50 વાગ્યે કોલકાતા પહોંચશે.
ફ્લાઇટ કોલકાતાથી બપોરે 01.25 વાગ્યે ઉપડશે અને બપોરે 3.10 વાગ્યે અયોધ્યા પહોંચશે.
ઈન્ડિગો 15 જાન્યુઆરીથી મુંબઈથી અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરશે. મુંબઈથી અયોધ્યાની ફ્લાઈટ બપોરે 12.30 વાગ્યે ઉપડશે અને બપોરે 2.45 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે.
પ્લેન અયોધ્યાથી બપોરે 3.15 કલાકે ઉપડશે અને સવારે 5.40 કલાકે મુંબઈ પહોંચશે.

ઈન્ડિગો ફ્લાઈટ 6 જાન્યુઆરીથી દિલ્હી અને અયોધ્યા વચ્ચે નિયમિત ફ્લાઈટ શરૂ કરશે.
11 જાન્યુઆરીએ અમદાવાદ અને અયોધ્યા વચ્ચેની ફ્લાઈટનું શિડ્યુલ અઠવાડિયામાં ત્રણ દિવસનું હોવાનું જણાવવામાં આવ્યું છે.