પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન PIAએ મોટો નિર્ણય લીધો છે.
ડ્યુટી પરના પાઇલોટ્સ અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સને રમઝાનના પવિત્ર મહિનામાં રોઝા રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે.
વાસ્તવમાં, એરલાઈને આ નિર્ણય તબીબી સલાહ પર લીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રોઝા કરવાથી વ્યક્તિમાં ડિહાઈડ્રેશન થઈ શકે છે. તેમજ તેને આળસ અને ઊંઘ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોર્પોરેટ સેફ્ટી મેનેજમેન્ટ અને એર ક્રૂ મેડિકલ સેન્ટર બંનેએ સલાહ આપી છે કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પાઇલોટ્સ અને કેબિન ક્રૂ સભ્યોએ ફ્લાઇટમાં ફરજ દરમિયાન રોઝા ન કરવા જોઇએ.

પીઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સલાહોના આધારે, પીઆઈએના ટોચના મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી પાઇલોટ્સ અને કેબિન ક્રૂ સ્ટાફને પાલનના આદેશો જારી કર્યા છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે, તો તેને ઊંઘ અને આળસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી પાઇલોટ્સ અને ક્રૂ સભ્યોને આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક ફ્લાઇટ્સ માટે ફરજ પર હોય ત્યારે ઉપવાસ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.

મહત્વનું છે કે રાષ્ટ્રીય વિમાની કંપનીની એરબસ A320 એરક્રાફ્ટ 2020ના વર્ષમાં મે મહિનામાં માલિરમાં મોડલ કોલોની નજીક જિન્ના ગાર્ડન વિસ્તારમાં ક્રેશ થયું હતું જેમાં 91 મુસાફરો અને આઠ ક્રૂ સભ્યો સવાર હતા, આ વાતની નોંધ લેવામાં આવી છે.

આવિમાન એરપોર્ટ પર લેન્ડિંગની થોડી મિનિટો પહેલા જ ક્રેશ થયું હતું.
આ અકસ્માતમાં બે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ગયા મહિને આ જ કેસનો તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં આ બાબતોની સલાહ આપવામાં આવી હતી.
જિયો ન્યૂઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાન A320 એરબસમાં 99 લોકો સવાર હતા, જેમાંથી 97ના મોત થયા હતા અને માત્ર બે જ બચ્યા હતા. રિપોર્ટ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ રૂમ દ્વારા પાયલોટને પહેલી ચેતવણી સવારે 2.30 વાગ્યે આપવામાં આવી હતી જ્યારે તે રનવેથી માત્ર 15 નોટિકલ માઈલ દૂર હતો. એવું કહેવામાં આવ્યું હતું કે પાયલોટે પ્લેનને 7000 ફૂટથી 10000 ફૂટની ઊંચાઈ પર લઈ જવું જોઈએ. પરંતુ પાયલોટ તરફથી જવાબ મળ્યો કે તે પ્લેનની આટલી ઉંચાઈથી સંતુષ્ટ છે અને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરશે.

આ પછી, જ્યારે પ્લેનનું રનવેથી માત્ર 10 માઈલનું અંતર હતું, ત્યારે ATCએ બીજી ચેતવણી આપી, તે સમયે પ્લેન 7000 ફૂટની ઊંચાઈથી 3000 ફૂટ નીચે આવી ગયું હતું. આ વખતે પણ પાયલોટને પ્લેનને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. આ વખતે પણ પાયલોટે પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવાની વાત દોહરાવી હતી.
અકસ્માતમાં બચી ગયેલા બે લોકોમાંથી એક બેંક ઓફ પંજાબના પ્રમુખ ઝફર મસૂદ અને બીજો મોહમ્મદ ઝુબેર છે.
દુર્ઘટનાનું વર્ણન કરતાં ઝુબૈરે કહ્યું હતું કે પ્લેન યોગ્ય રીતે ઉડી રહ્યું હતું, પરંતુ લેન્ડિંગ પહેલાં જ ત્રણ વાર આંચકા અનુભવાયા હતા.

આમ,પાકિસ્તાનમાં આ વખતે રમઝાન માસ દરમિયાન પાયલોટ અને ક્રુ મેમ્બરોએ રોઝા નહિ રાખવા જણાવાયું છે.