લોકસભા ચૂંટણી 2024 માટે છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત ઘણા રાજ્યોના દિગ્ગજ નેતાઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

પાંચ તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયા બાદ છઠ્ઠા તબક્કામાં આજે શનિવારે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જેમાં બિહાર (8 બેઠકો), હરિયાણા (તમામ 10 બેઠકો), જમ્મુ અને કાશ્મીર (1 બેઠક), ઝારખંડ (4 બેઠકો), દિલ્હી (તમામ 7 બેઠકો), ઓડિશા (6 બેઠકો), ઉત્તર પ્રદેશ (14 બેઠકો) અને પશ્ચિમ બંગાળ (8 બેઠકો) આ સિવાય ઓડિશાની 42 વિધાનસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે.

છઠ્ઠા તબક્કામાં 11 કરોડથી વધુ મતદારો કુલ 889 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રનૌત સહિત ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ તિવારી, કન્હૈયા કુમાર, મેનકા ગાંધી, મહેબૂબા મુફ્તી, અભિજીત ગંગોપાધ્યાય, મનોહર લાલ ખટ્ટર, નવીન જિંદાલ, સંબિત પાત્રા, રાજ બબ્બર, બંસુરી સ્વરાજ સહિત અનેક હસ્તીઓની શાખ દાવ પર લાગી છે.