ઓસ્ટ્રેલિયામાં અગાઉની સરકારનો ફ્યુઅલ એક્સાઇઝ કટ 29 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ રહ્યો છે , જે દેશના પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 0.25 સેન્ટનો વધારાનો ઉમેરો કરી શકે છે
ઑસ્ટ્રેલિયનોને જીવનનિર્વાહના વધુ એક ખર્ચનો ફટકો પડવાનો છે, કારણ કે ઑક્ટોબરમાં ઇંધણના ભાવ વધવાના છે. ઓસ્ટ્રેલિયામાં અગાઉની સરકારનો ફ્યુઅલ એક્સાઇઝ કટ 29 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ રહ્યો છે , જે દેશના પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 0.25 સેન્ટનો વધારાનો ઉમેરો કરી શકે છે. જોકે કેટલાક એક્સપર્ટ એમ પણ માની રહ્યા છે કે ભાવ વધારો ધીમે ધીમે વધે તેવી સંભાવના છે. કારણ કે જેમ જેમ પેટ્રોલ સ્ટેશનો ઊંચા દરે નવા ફ્યુલની ખરીદી કરશે તેમ તેમ તેમાં વધારો થતો રહેશે. પરંતુ ઑસ્ટ્રેલિયાના ઇંધણના ભાવને અસર કરતું એકમાત્ર પરિબળ નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય કારણોસર બાઉઝરની કિંમત પણ વધી રહી છે.
OPECના એક પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધશે
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) એ ઉત્પાદનમાં પ્રતિદિન 100,000 બેરલનો ઘટાડો કરવા સંમતિ દર્શાવી છે, જેના કારણે પણ કિંમતો વધી રહી છે. આ કોઇ પહેલીવાર નથી . જ્યારે પણ ઓપેક ઉત્પાદન ઘટાડે છે ત્યારે ભાવ વધારો જોવા મળે છે.
ઓસ્ટ્રેલિયામાં શા માટે પેટ્રોલ એક્સાઇઝ કટની મુદત પૂરી થઈ રહી છે?
પેટ્રોલ એક્સાઈઝ તેના નિયમિત ભાવ પર પાછા જવાનું કારણ સરળ છે – ડોલર….. ફેડરલ સરકાર એક્સાઇઝ (જે ટેક્સનું બીજું નામ છે) માંથી નોંધપાત્ર રકમને સરકારે સાથે જોડે છે. જે સામાન્ય રીતે 44 સેન્ટ પ્રતિ લિટર જેટલી છે. પરંતુ 30 માર્ચથી, મોરિસન સરકારના પ્રિ-બજેટ સ્વીટનરના ભાગ રૂપે, તે અડધી રકમ એકત્રિત કરી રહી છે. જેની સીધી અસર ઓક્ટોબરથી થવાની શરૂ થઇ જશે. વાસ્તવિકતા એ છે કે પેટ્રોલ એક્સાઇઝ ફેડરલ બજેટનો મોટો ભાગ છે. જો તમે પેટ્રોલ એક્સાઈઝ ચૂકવતા ન હોવ, તો સંભવ છે કે ફેડરલ સરકાર તમારી પાસેથી તે નાણાં અન્ય કોઈ જગ્યાએથી એકત્રિત કરશે, જેમ કે આવકવેરો અથવા GSTમાં વધારો કરીને. આમ ફ્યુલથી થયેલી કમાણી મોટેભાગે સરકારની તીજોરીમાં જ જાય છે.
શા માટે ઓપેક ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યું છે?
OPEC પૈસા માટે ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યું છે. તેઓ જે પ્રકારે ઓછું ફ્યુઅલ પહોંચાડશે તેમ તેની માંગમાં વધારો થશે અને તેના જ લાભ તેઓ કિંમતમાં વધારો કરીને કરશે. ઓપેકે ભલે દાવો કર્યો હોય કેતેઓ દરરોજ 100,000 બેરલ જે તેઓ ડ્રિલિંગ કરશે નહીં, તેનાથી કોઇ અસર પડશે નહીં કારણ કે તે ઉત્પાદનના માત્ર 0.1 ટકા જેટલો ભાગ છે. પરંતુ તેઓ આશા રાખી રહ્યા છે કે સપ્લાયમાં કાપ મુકવાથી તેલના ભાવમાં ઘટાડો અટકી જશે જે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. આ યુનાઇટેડ સ્ટેટ્સની વિનંતીઓ છતાં આવે છે, જેમણે ઓપેકને નીચા ભાવ માટે ઉત્પાદન વધારવાની વિનંતી કરી હતી. પરંતુ કિંમતો જેટલી વધારે છે, ઓપેકને વધુ ફાયદો પહોંચાડશે.