વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ત્રણ વર્ષની ટોચે : છેલ્લા કેટલાક દિવસમાં બ્રેન્ટ ક્રૂડમાં 10 ટકાનો વધારો
તહેવારોમાં મોંઘવારી વધવાની ભીતિ, ફુગાવો વધશે, ભારતીય અર્થતંત્ર પર માઠી અસર થશે
વર્ષના અંત સુધીમાં ક્રૂડ 90 ડૉલરે પહોંચવાની શક્યતા
વિશ્વના દેશોમાં કોરોનાની સિૃથતિ હળવી થતાં સરકારોએ લોકડાઉનમાં છૂટછાટ મૂકી છે. પરીણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની માગમાં ઊછાળો આવતાં ક્રૂડમાં તેજીનું તોફાન આવ્યું છે. સોમવારે ક્રૂડ ઓઈલના ભાવ વધીને 80 ડૉલરની નજીક ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા છે. ક્રૂડમાં ભાવવધારાથી ભારતમાંપેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં સામાન્ય ઘટાડો થયા બાદ ફરી એકવાર વધારો થશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં આગામી તહેવારોના દિવસોમાં મોંઘવારી વધવાની ભીતિ છે. મોંઘવારી વધતા ફુગાવામાં પણ વધારો થશે, જેની પાછળ અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ ઝડપથી વધશે અને તેની સીધી અસર ભારતીય આૃર્થતંત્ર પર જોવા મળે તેવી શક્યતા છે.વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ વધી બેરલદીઠ 80 ડોલરની નજીક પહોંચીગયા છે અને આગળ ઉપર ભાવ 90 ડોલર થવાની આગાહી ગોલ્ડમેન સેક દ્વારા કરવામાં આવતા વિશ્વ બજારના ખેલાડીઓ સ્તબૃધ બની ગયા છે.
તેજીની આગાહી વચ્ચે વૈશ્વિક ક્રૂડ વાયદામાં મંદીવાળાઓ વેંચાણ કાપવા માંડયા છે. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ આજે બેથી અઢી ટકા ઉછળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ આજે ઉંચામાં 79.83 ડોલર સુધી પહોંચ્યા હતા જ્યારે ન્યુયોર્ક ક્રૂડના ભાવ 76 ડોલર નજીક પહોંચ્યા હતા.અમેરિકામાં તાજેતરના વાવાઝોડાઓ પછી હજી પણ ત્યાં ક્રૂડ ઉત્પાદનમાં સિૃથતિ થાળે પડી નથી અને તેના પગલે ત્યાં શોર્ટ સપ્લાય જેવી સિૃથતિ સર્જાઈ છે. ત્યાં નેચરલ ગેસના ભાવ આજે 7થી 8 ટકા ઉછળતાં તેના પગલે પણ ક્રૂડતેલની વૈશ્વિક તેજીને પીઠબળ મળ્યું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. એક મહિના પૂર્વે બ્રેન્ટ ક્રૂડના ભાવ 71થી 72 ડોલર બોલાતા હતા.