ન્યુઝીલેન્ડના દરિયા કિનારે જતા લોકોને જેલીફિશથી સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે કારણકે
જેલીફિશ મોટા પ્રમાણમાં દરિયામાં જોવા મળી રહી છે જેનાથી ચેતતા રહેવા જણાવાયું છે.ન્
યુઝીલેન્ડના દરિયાકિનારા પર જનારાઓને, ખાસ કરીને ઓકલેન્ડમાં, જેલીફિશના ડંખ વિશે ચેતવણી આપવામાં આવી છે, જે વર્ષના આ સમય દરમિયાન દરિયાના પાણીમાં સામાન્ય રીતે જોવા મળે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેલીફિશ અંદાજે 500 મિલિયન વર્ષ જૂની છે,તે દરિયા અને નદીઓમાં જોવા મળે છે.
સામાન્ય રીતે, મોટાભાગની જેલીફિશ મનુષ્યો માટે હાનિકારક હોય છે.
તેના ડંખથી માનવ કોષોને નુકસાન થાય છે અને ક્યારેક મોત પણ થઈ શકે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ એટમોસ્ફેરિક રિસર્ચ (NIWA) ના એમેરિટસ સંશોધક અને જેલીફિશ નિષ્ણાત ડેનિસ ગોર્ડને ગુરુવારે જણાવ્યું હતું કે વર્ષના આ સમયે દરિયાકિનારા પર વધુ જેલીફિશ જોવાનું સામાન્ય છે.
“જો તમને પાણીમાં તમારી બાજુમાં જેલીફિશ નજરે પડેતો ત્યાંથી તરત જ તરીને બહાર નીકળી જવું જોઈએ.
તેમણે પાણીમાં જેલીફિશની હાજરીને કારણે લોકોને વેટસૂટ પહેરવાનું સૂચન કર્યું છે.
ન્યુઝીલેન્ડના પાણીમાં જેલીફિશની લગભગ 35 પ્રજાતિઓ જોવા મળે છે, તેમણે કહ્યું કે, જેમાં સૌથી વધુ વારંવાર જોવા મળતી મૂન જેલીફીશ, શેરની અયાલ અને સ્પોટેડ જેલીફીશનો સમાવેશ થાય છે.