ઓસ્ટ્રેલિયામાં આજે શુક્રવારે લિયોન્ગાથા નજીક 4.3 તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

અહેવાલ છે કે મેલબોર્નના ભાગો અને વિક્ટોરિયાના કેટલાક ભાગોમાં આંચકો અનુભવાયો હતો, આજે વહેલી સવારે વિક્ટોરિયા અને મેલબોર્નના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જીઓસાયન્સ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે 4.3 તીવ્રતાનો ભૂકંપ મેલબોર્નથી લગભગ 130 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં વિક્ટોરિયામાં લિયોન્ગાથા નજીક આવ્યો પરંતુ દક્ષિણમાં સનબરી અને વિલ્સન પ્રોમોન્ટરી સુધી ઉત્તરમાં તે અનુભવાયો હતો.

શુક્રવારે વહેલી સવારે 12:49 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જે દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયાના લોકો એ આંચકાનો અનુભવ કર્યો હતો.
લોકોએ ભૂકંપના આંચકા અંગે પોતાના અનુભવ સોશ્યલ મીડિયામાં શેર કર્યા હતા.
જોકે,કોઈ જાનહાની કે નુક્શાનના અહેવાલ નથી પણ લોકોએ ધ્રુજારીનો અનુભવ કર્યો હતો.