હવે કોવિડ પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા બાદ પણ રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત નથી, આઇસોલેશનનો પણ શુક્રવારથી અંત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ન્યુ સાઉથ વેલ્સમાં રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવશે તેવા લોકોને હવે ઓથોરિટીને જાણ કરવાની જરૂરિયાત રહેશે નહીં. આ ઉપરાંત રાજ્યમાં ફરજિયાત આઇસોલેશનના અંત સાથે શુક્રવારથી આ ફેરફાર અમલમાં આવશે. NSW હેલ્થે લોકોને તેમના ટેસ્ટની સ્વૈચ્છિક રીતે નોંધણી કરાવવાનું અગાઉ આદેશ કર્યો હતો અને જે રજીસ્ટ્રેશન કરાવવાનું ભૂલી જતા હતા તેમને 1000 ડોલરનો દંડ પણ કરવામાં આવતો હતો. જોકે હવે તેમાંથી લોકોને મુક્તિ મળવા જઇ રહી છે.
“સર્વિસ NSWના મુખ્ય આરોગ્ય અધિકારી કેરી ચાંટે જણાવ્યું હતું કે લોકોને શરદી અથવા ફલૂ જેવા લક્ષણોથી બીમાર હોય તો ઘરે રહેવાનું ચાલુ રાખવું જોઇએ અને ઉપરાંત જો તેઓ કોઈ કેસના નજીકના સંપર્કમાં હોય તો તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવા વિનંતી છે. “જો તમને COVID-19 હોય તો તમે 10 દિવસ સુધી ચેપી હોઈ શકો છો પરંતુ તમારા લક્ષણો શરૂ થાય તે પહેલા અને જ્યારે તમને લક્ષણો હોય ત્યારે તમે સૌથી વધુ ચેપી રહેતા હોવ છો,”
વિક્ટોરિયામાં રજીસ્ટ્રેશન આજથી થયું મરજિયાત
આજની મધ્યરાત્રિથી, વિક્ટોરિયામાં કોવિડ પોઝિટિવ રિઝલ્ટ્સનું રજીસ્ટ્રેશન કરાવવાનું હવેથી ફરજિયાત રહેશે નહીં. નોંધનીય છે કે હવે સિડનીમાં પણ આ જ નિર્ણયની અમલવારી શરૂ થઇ રહી છે. આ નવીનતમ ફેરફારો સિડનીના સખત 107-દિવસનું લોકડાઉન સમાપ્ત થયાના લગભગ એક વર્ષ પછી આવી રહ્યા છે.
11 ઑક્ટોબર, 2021ના રોજ સિડની શહેર અને ન્યુ સાઉથ વેલ્સના મોટા ભાગના કોવિડ-19 લોકડાઉનમાં 100 કરતાં વધુ દિવસોનો અંત આવ્યો હતો.