નાતાલ પર્વની ઉજવણીના માહોલ વચ્ચે દિલ્હીની ઘણી ફ્લાઈટને પણ અસર થઈ હતી.
વિઝિબિલિટી ઓછી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, પરિણામે એક દિવસ પહેલા જ દિલ્હીની ઘણી ફ્લાઈટને પણ અસર થઈ હતી.
વિઝિબિલિટી ઓછી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે પંજાબના અમૃતસર અને રાજસ્થાનના ચુરુમાં ધુમ્મસના કારણે સવારની વિઝિબિલિટી લગભગ નહિવત રહી હતી.
દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની છે.
દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) રવિવારે સાંજે 4 વાગ્યે 411 નોંધાયો હતો,
જે ગંભીર શ્રેણીમાં આવે છે.
શનિવારે તે 450 પર હતોસમગ્ર દિલ્હી અને એનસીઆર સ્મોગની ઝપેટમાં આવ્યું છે. પ્રદુષણ એટલી બધી માત્રામાં ફેલાયું છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અનેક જગ્યાએ હવાની ગુણવત્તા ખતરનાક સ્તર પર પહોંચી ગઈ છે