2024થી IPL માટે 2ને બદલે 2.5 મહિનાની વિન્ડો મળવાની વાત છે. પરંતુ હવે PCB ભારતની મુશ્કેલી વધારી શકે છે. ICC સમક્ષ ઉઠાવશે મુદ્દો

જુલાઇમાં ICCની બર્મિંગહામમાં બેઠક, PCB ભારતનો વિરોધ કરવા અન્ય બોર્ડને સમજાવશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ 2024 થી IPL માટે ICC તરફથી વિન્ડો વધારવાનો દાવો કરી ચૂક્યું છે. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલે BCCIની મુશ્કેલી વધારી શકે છે. પીસીબીનું માનવું છે કે આઈસીસી આગામી FTP કેલેન્ડરમાં આઈપીએલને અઢી મહિનાની વિન્ડો આપવાના પ્રસ્તાવ પર બાકીના બોર્ડ સાથે વાત કરશે કારણ કે તેનું માનવું છે કે તેની ઘણી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ પર વિપરીત અસર પડશે.
10 ટીમો બાદ હવે 2024થી મેચની સંખ્યા વધશે
બીસીસીઆઈના સચિવ જય શાહે પીટીઆઈ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે 2024 થી 2031 સુધીના FTP ચક્રમાં IPL માટે અઢી મહિનાનો સમય રહેશે. શાહે કહ્યું હતું કે, “આગામી FTP ચક્રથી IPL માટે અઢી મહિનાની વિન્ડો હશે જેથી તમામ ટોચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો તેમાં રમી શકે. અમે અન્ય બોર્ડ અને ICC સાથે પણ આ અંગે ચર્ચા કરી છે.
જુલાઇમાં ICCની બર્મિંગહામમાં બેઠક
પીસીબીનું માનવું છે કે આ મામલે ચર્ચા કરવાની જરૂર છે. પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આઈસીસી બોર્ડ જુલાઈમાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની બાજુમાં બેઠક કરશે અને આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.” પીસીબીના અધિકારીએ કહ્યું કે ક્રિકેટમાં પૈસા આવતા જોવું સારું છે પરંતુ આઈપીએલ માટે દર વર્ષે ટોચના ક્રિકેટરોને સંપૂર્ણ રીતે બુક કરવાની બીસીસીઆઈની યોજનાની આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય શ્રેણી પર પ્રતિકૂળ અસર પડશે.
તમને જણાવી દઈએ કે 2008માં મુંબઈ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં સામેલ કરવામાં આવ્યા નથી. હાલ તો પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં સ્થાન મળવાની કોઈ શક્યતા નથી. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ પાકિસ્તાન પ્રીમિયર લીગનું આયોજન કરે છે. જેને લઇને પીસીબીના પેટમાં ક્યાંક દુખાવો ઉપડ્યો હોઇ શકે છે અને તેમાંય હવે આઇપીએલમાં મીડિયા રાઇટ્સને જંગી ભાવે વેચવામાં આવતા ખેલાડીઓની મેચ ફીસમાં પણ વધારો નિશ્ચિત છે. જેથી પાકિસ્તાન હવે આઇસીસી પાસે રોદણાં રોવા જઇ રહ્યું છે.