ગીતમાં દીપિકા ભગવા બિકીનીમાં જોવા મળતા સોશ્યલ મીડિયામાં વિવાદનો મધપૂડો છંછેડાયો
દીપિકા પાદુકોણ ‘કોન્ટ્રોવર્સી ક્વીન’ નથી બની, આ અભિનેત્રીની આ ફિલ્મો પહેલા પણ વિવાદોમાં ફસાયેલી રહી છે. દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દીપિકાની ફિલ્મે આટલો બધો હંગામો મચાવ્યો હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો વિવાદોમાં ફસાઈ ચૂકી છે.
જ્યારથી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું બેશરમ રંગ ગીત રિલીઝ થયું છે ત્યારથી દીપિકાની કેસરી બિકીનીને લઈને હોબાળો મચી ગયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે જો આ ગીતમાં સુધારો નહીં કરવામાં આવે તો ત્યાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવતને લઈને ઘણો વિવાદ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મમાં કેટલાક સીન ખોટી રીતે બતાવવામાં આવ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર જયપુરના જયગઢ કિલ્લામાં પદ્માવતનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે કરણી સેનાના યુવકોએ સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. આ સાથે સેટની પણ તોડફોડ કરવામાં આવી હતી.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાનીની રિલીઝ પહેલા તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘રામલીલા’નું ટ્રેલર રીલિઝ થયું ત્યારે તે દરમિયાન ઘણો વિવાદ થયો હતો. આ વિવાદ મેરઠથી શરૂ થયો હોવાનું જાણવા મળે છે.
દીપિકા પાદુકોણે ફિલ્મ ‘કોકટેલ’માં ‘વેરોનિકા’ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ દરમિયાન અભિનેત્રીના ડ્રેસ અને ક્લીવેજ શોને લઈને ઘણો વિવાદ થયો હતો.
દીપિકા પાદુકોણ જ્યારે ‘છપાક’ના પ્રમોશન માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પહોંચી ત્યારે ત્યાં ભારે હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર ‘છપાક’નો ઘણો વિરોધ થયો હતો. દીપિકાના છપાકમાં એસિડ એટેક કરનારનું નામ રાજેશ શર્મા છે, જ્યારે અસલમાં તેનું નામ નદીમ ખાન હતું. ફિલ્મમાં પાત્રનું નામ કેમ બદલવામાં આવ્યું તે અંગે ઘણો હોબાળો થયો હતો.