દિલ્હી એરપોર્ટ પર આજે વહેલી સવારે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા અંગે મુસાફરોને જાણ કર્યા બાદ તેઓને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતીજોકે,તપાસ બાદ આ માત્ર અફવા સાબિત થઈ અને કઈ વાંધાજનક મળી આવ્યું ન હતું

દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટ (દિલ્હી-વારાણસી ઈન્ડિગો ફ્લાઈટ)માં બૉમ્બ હોવાની મળેલી ધમકી બાદ ક્યુઆરટી ઘટનાસ્થળે પહોંચી અને ફ્લાઈટને રનવે પરજ રોકી દેવામાં આવી હતી અને સૌ પ્રથમ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી કંઈ મળ્યું ન હતું.

ફ્લાઈટમાં બોમ્બની ધમકીની અસર વારાણસી જતી અન્ય ફ્લાઈટ્સ પર પણ જોવા મળી હતી જેના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી.

બોમ્બની ધમકી બાદ પ્લેનને તપાસ માટે આઈસોલેશન બેમાં લઈ જઈ એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તપાસ શરૂ કરી હતી. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યાનુસાર દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સવારે 5.35 વાગ્યે મળી હતા.

આ અંગે સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, ‘દિલ્હી એરપોર્ટ પર દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટ (6E2211)ના ટોઈલેટમાં બોમ્બ શબ્દ લખેલું એક ટિશ્યુ પેપર મળ્યું હતું, જેના પછી સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી પણ પ્રાથમિક તપાસમાં કઈ વાંધાજનક મળ્યું ન હતું.

એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI819 પર ટેકઓફ પહેલાજ ચેતવણી મળ્યા બાદ આ અણધારી વિક્ષેપને કારણે મુસાફરોને અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ પર હાજર સાથીદારોએ તેમના શ્રેષ્ઠ કામગીરી કરી હતી અને એર ઈન્ડિયા દ્વારા ત્વરિત બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી અને મુસાફરોને તેમના નિર્ધારિત સ્થાન પર જવા રવાના કરાયા હતા.