લોકસભા અને રાજ્યસભામાં ભારે સૂત્રોચ્ચાર અને નિયમોના ઉલ્લંઘનને પગલે ‘કાર્યવાહી વિક્ષેપિત કરવાના’ આરોપમાં વિપક્ષના કેટલાક સાંસદોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ચાલુ શિયાળુ સત્રમાં અત્યાર સુધીમાં વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે ગુરુવારે લોકસભાના 13 અને રાજ્યસભાના એક સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, સોમવારે, લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોઈપણ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની આ સૌથી મોટી સંખ્યા છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન 13 ડિસેમ્બરે લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરક્ષામાં બનેલી ચૂકની ઘટના બાદ વિપક્ષ દ્વારા સરકાર પાસેથી સંસદની સુરક્ષામાં થયેલા ભંગ પર ચર્ચા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના જવાબની માંગ કરી રહ્યો છે.
આ માંગને લઈને વિપક્ષી સાંસદોએ બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.
જોકે,સાંસદોને સસ્પેન્ડ કરવાનો આ પહેલો કિસ્સો નથી અગાઉ પણ 1963માં જ્યારે રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા હતા.
આ દરમિયાન કેટલાક સાંસદોએ હંગામો મચાવ્યો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો.
બાદમાં આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પછી, 1966 માં, રાજ્યસભાના બે સાંસદોને દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજીવ ગાંધીની સરકાર દરમિયાન 1989માં સાંસદોના સસ્પેન્શનની સૌથી વધુ કાર્યવાહી થઈ હતી. જ્
યારે 63 સાંસદોને એક સાથે ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે સમયે ઈન્દિરા ગાંધીની હત્યા અંગેના ઠક્કર કમિશનના અહેવાલને લઈને હોબાળો થયો હતો.