ગમે તે ક્ષણે AEWVમાં પણ થશે બદલાવ, AEWV (એમ્પ્લોયર એક્રેડિટેડ વર્ક વિઝા)માં થનારા બદલાવ અંગે હાલ કામ ચાલુ હોવાનો પણ દાવો

Parents Visa, New Zealand, Immigration New Zealand, AEWV, Erica Stanford,

છેલ્લા કેટલાક સમયઝી એમ્પ્લોયર એક્રેડિટેડ વર્ક વિઝા અંગે ફેરફારની ચર્ચા થતી રહી છે, પરંતુ ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું છે કે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ કેટેગરી વિઝામાં પણ ફેરફારની આવશ્યકતા છે અને તેમાં થનારા બદલાવ અંગે હાલ કામ ચાલુ છે. સ્ટેનફોર્ડે સંકેત આપ્યા છે કે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ વિઝામાં થનારો બદલાવ ઘણો જ સકારાત્મક હશે, જે લોકોની આશાને પણ પૂર્ણ કરશે.

ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડ આ ટર્મમાં ફેમિલી વિઝામાં સુધારા પર વિચાર કરી રહી છે, જે વિદેશી માતા-પિતા અને દાદા-દાદી માટે લાંબા સમયની મુલાકાતની આશા લાવશે. તેણીએ એવો સંકેત પણ આપ્યો હતો કે તેણી પાર્ટનરશિપ વિઝા નીતિમાં ફેરફાર કરવા માંગે છે, જેમાં સાંસ્કૃતિક રીતે ગોઠવાયેલા લગ્ન વિઝા હેતુ માટે યોગ્ય નથી. પરંતુ તેમાં ફેરફારો આ સંસદીય કાર્યકાળમાં ન થઈ શકે કારણ કે માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર વર્ક વિઝામાં સુધારા સહિત અન્ય કાર્યને પ્રાથમિકતા આપવાની જરૂર છે.

નેશનલ અને ACT બંનેએ છેલ્લી ચૂંટણીમાં વિદેશમાં જન્મેલા સ્થાયી નિવાસીઓ અને નાગરિકોના માતાપિતા માટે અસ્થાયી, લાંબા ગાળાના વિઝામાં ફેરફારને પ્રાધાન્ય આપ્યું હતું. બંનેએ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે પેરેન્ટ્સ વિઝા આગામી સમયમાં પાંચ વર્ષના અને તે પણ રિન્યુ કરી શકાય તેવા હશે, જેમાં શરત મૂકાઇ હતી કે પરિવારે તેમના હેલ્થકેર પાછળનો ખર્ચ કરવો પડશે.

લેબર ગવર્નમેન્ટ દ્વારા પેરેન્ટ્સ રેસિડેન્સી વિઝા રજૂ કરવામાં આવ્યા હતા જેને હાલ છ વર્ષ માટે હોલ્ડ પર રખાયા છે તેમાં માતાપિતા હાલમાં મલ્ટીપલ-એન્ટ્રી વિઝિટર વિઝા પર ત્રણ વર્ષના સમયગાળામાં 18 મહિના સુધી રહી શકે છે. ફેરફારોનો સમય અન્ય નીતિ ફેરફારો પર નિર્ભર રહેશે પરંતુ ગઠબંધનની પ્રતિબદ્ધતા તરીકે, તે આ ટર્મમાં જ થશે તેમ સ્ટેનફોર્ડે કહ્યું, “અમે આ ક્ષણે તેના ફેરફારના કામ કરી રહ્યા છીએ.”

પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે 2022માં છેલ્લી સરકાર દ્વારા લાવવામાં આવેલા રેસિડેન્સી વિઝાનો વાર્ષિક ક્વોટા 2500 છે અને તે પહેલાથી જ નોંધપાત્ર રીતે ઓવર-સબ્સ્ક્રાઇબ થઈ ગયો છે.

8564 એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI)માં લગભગ 13044 લોકોને પેરેન્ટ રેસિડેન્ટ વિઝાના બેલેટ સબમિટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 308 લોકો (200 EOI) પસંદ કરવામાં આવ્યા છે. તે થોડો ઝડપી બનશે, સંપૂર્ણ વાર્ષિક 2500 ક્વોટા લેશે, હવે જ્યારે 2022 પહેલાની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જોકે એક મહત્વપૂર્ણ ખબર એ પણ સામે આવી રહી છે કે કોઅલિશન ડોકેયુમેન્ટ્સ એવા પણ સંકેત આપી રહ્યા છે કે રિન્યુએબલ પાંચ-વર્ષના વિઝા માટે, હેલ્થકેર લેવી (વસૂલાત) પર વિચારણા થઈ શકે છે.

AEWV વિઝા પરના ફેરફાર પર હાલ કામ ચાલુ
“AEWVએ અમારું ધ્યાન ખેંચ્યું છે જેમ કે AEWV (માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર વર્ક વિઝા) અને માઇગ્રન્ટ્સ શોષણ કે જેના પર અમે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છીએ અને તેની જાહેરાત ટૂંકમાં જ કરીશું. જોકે તે ક્યારે થશે અને કયા પ્રકારના ફેરફારોની જરૂર છે તે હાલ કાર્ય ચાલુ હોવાનો દાવો સ્ટેનફોર્ડે કર્યો હતો.