ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ અને એલન મસ્ક વચ્ચે ટ્વિટર ટ્વિટબાજી, સ્પામ એકાઉન્ટને લઈને બંને વચ્ચે WAR

હાલમાં એલન મસ્ક અને ટ્વિટર ડીલ આગળ વધે તેવી શક્યતા નથી. ટ્વિટર પર સ્પામ એકાઉન્ટને લઈને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને ઈલોન મસ્ક વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એલોન મસ્ક કહે છે કે ટ્વિટર ડીલ 20 ટકા સ્પામ અથવા નકલી એકાઉન્ટ ઓફર કરવાના આધારે આગળ વધી શકે તેમ નથી. એલોન મસ્કનો દાવો છે કે ટ્વિટર પરના 229 મિલિયન એકાઉન્ટમાંથી ઓછામાં ઓછા 20 ટકા ‘સ્પામ બૉટ્સ’ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જે ટ્વિટરના દાવા કરતા 4 ગણા વધુ છે અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે.

ટ્વિટર ડીલ આગળ વધે તેવી શક્યતા હવે નહીંવત
એલોન મસ્ક કહે છે કે તેમનો પ્રસ્તાવ ટ્વિટરની SEC ફાઇલિંગની ચોકસાઈ પર આધારિત હતો. ગઈકાલે, Twitterના CEO એ જાહેરમાં 5% કરતા ઓછા પુરાવા બતાવવાનો ઇનકાર કર્યો હતો. જ્યાં સુધી તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી સોદો આગળ વધી શકશે નહીં. પરાગ અગ્રવાલે જણાવ્યું કે કેવી રીતે ટ્વિટર સ્પામ અને ફેક એકાઉન્ટ સામે લડી રહ્યું છે. પરાગના ટ્વીટના જવાબમાં, મસ્કે વાંધો ઉઠાવ્યો અને $44 બિલિયન ટ્વિટર એક્વિઝિશન ડીલને બ્લોક કરી દીધી હતી. મસ્કએ અગ્રવાલના ટ્વિટર થ્રેડના જવાબમાં ‘Pile of Poo’નું ઇમોજી પણ મોકલ્યું હતું. જે પરથી અંદાજ લગાવી શકાય છે કે ટ્વિટર સીઇઓ અને એલન મસ્ક વચ્ચે બધુ બરોબર નથી.