ન્યુઝીલેન્ડમાં આજે રાત્રે મેથવેન નજીક કેન્ટરબરીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ક્રાઇસ્ટચર્ચના 4600 થી વધુ લોકોએ તીવ્ર આંચકાનો અનુભવ કર્યો હતો.
રાત્રે 9.21 વાગ્યે આવેલા ભૂકંપનું ક્રાઈસ્ટચર્ચ સિટીથી લગભગ 100 કિમી પશ્ચિમમાં મેથવેનની નાની ટાઉનશિપ પાસે 5 કિમીની ઊંડાઈએ કેન્દ્રિ બિંદુ નોંધાયું છે.

ભૂકંપનો આંચકો અકારોઆ, એમ્બરલી, આર્થર પાસ, એશબર્ટન, ક્રાઈસ્ટચર્ચ, કલ્વરડેન, ફેરલી, ગેરાલ્ડિન, ગ્રેમાઉથ, હોકીટીકા, મેથવેન, માઉન્ટ કૂક, ઓક્સફોર્ડ, તિમારુ, ટ્વીઝલ, વાઈમેટ અને આસપાસના વિસ્તારોમાં અનુભાવાયો હતો.

અગાઉ ડિસેમ્બરમાં પણ ક્રાઇસ્ટચર્ચની ઉત્તરે 100 કિમી દૂર દક્ષિણ ટાપુ પર 4.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જે સમગ્ર શહેરમાં અનુભવાયો હતો.
આ ભૂકંપ 9 ડિસેમ્બરના રોજ સવારે 9.30 વાગ્યે આવ્યો હતો અને તે કલ્વરડેનથી 5 કિમી દક્ષિણે અને 12 કિમી ઊંડો હતો, જીઓનેટે જણાવ્યું હતું.
ક્રાઇસ્ટચર્ચની દક્ષિણે ગેરાલ્ડિનને 6.2 કિમીની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેના લગભગ બે મહિના પછી તે આવ્યો છે જે ગયા વર્ષે ન્યુઝીલેન્ડમાં આવેલો સૌથી તીવ્ર ભૂકંપ હતો.
2010-11ના ધરતીકંપમાં
22 ફેબ્રુઆરી, 2011માં આવેલા ભૂકંપમાં 185 લોકોના મોત થયા હતા અને ક્રાઇસ્ટચર્ચના સીબીડી અને ઘણા ઉપનગરોને વ્યાપક નુકસાન થયું હતું.