આર્થિક અને રાજકીય સંકટના સમયમાં પણ પાકિસ્તાન પોતાના શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું છે. દરરોજ તે તેના મિત્ર ચીન સાથે ડીલ કર્યા બાદ સોદા કરી રહ્યુ છે,તેમ છતાં તે ભારતીય સેનાની તાકાતથી દૂર છે. ખુદ પાકિસ્તાની નિષ્ણાતો પણ આ વાત સ્વીકારી રહ્યા છે.
આ વર્ષે જાન્યુઆરીમાં ગ્લોબલ ફાયર પાવર દ્વારા બહાર પાડવામાં આવેલા સેનાઓની વૈશ્વિક રેન્કિંગમાં ભારત ચોથા ક્રમે છે.
અર્થાત, ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના ત્રીજે રેન્ક મળ્યો છે, જ્યારે પાકિસ્તાનની સેના નવમા સ્થાને છે.
પાકિસ્તાની નિષ્ણાંતોએ પોતે જણાવ્યું કે કેવી રીતે ભારતીય સેના તેમના દેશ કરતા વધુ શક્તિશાળી છે.
શૈક્ષણિક અને વ્યૂહાત્મક નિષ્ણાત કમર ચીમા પણ માને છે કે ભારતીય સેનાની તાકાત પાકિસ્તાન કરતા વધુ મજબૂત છે.
તેમણે કહ્યું, ‘ભારત પાસે 14 લાખની સેના છે, જેમાંથી લગભગ 8 લાખ સક્રિય સૈન્ય કર્મચારીઓ છે. તે જ સમયે, પાકિસ્તાનમાં અંદાજે 6.5 લાખ સક્રિય સૈન્ય કર્મચારીઓ છે. સૈન્ય બજેટ અને સૈનિકોની સંખ્યા જેવી દરેક બાબતમાં ભારત પાકિસ્તાન કરતાં શ્રેષ્ઠ છે,ત્યારે અન્ય દેશો સાથે ભારતના જોડાણ સારા છે. તે આજે અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલમાં કોઈપણ પાસેથી હથિયાર ખરીદી શકે છે.
ભારત કોઈપણ દેશ પાસેથી હથિયાર ખરીદી શકે છે કારણ કે તેની પાસે પૈસા છે. તેઓએ માત્ર સવારે ઉઠીને ચેક પર સહી કરવાનું હોય છે અને કોઈપણ દેશમાંથી શસ્ત્રો ખરીદી શકે છે. પાકિસ્તાન પાસે એવો કોઈ અવકાશ નથી.
કમર ચીમાએ વધુમાં કહ્યું, ‘ભારત પાસે લગભગ 2,300 એરક્રાફ્ટ છે અને આ મામલે તે વિશ્વમાં ચોથા સ્થાને છે.
પાકિસ્તાન પાસે માત્ર 1,400 એરક્રાફ્ટ છે. તે જ સમયે, ભારત પાસે લગભગ 600 ફાઇટર જેટ અને 31 સ્ક્વોડ્રન છે. પાકિસ્તાન પાસે 387 એરક્રાફ્ટ ફાઈટર જેટ છે. તેમાંના મોટાભાગના અમેરિકન, ચાઇનીઝ અને ફ્રેન્ચ છે.
હવે ફ્રેંચ અને અમેરિકનો પણ જૂના થઈ રહ્યા છે.
ગ્લોબલ ફાયર પાવરે 2024 માટે વિશ્વભરની સેનાઓની યાદી જાહેર કરી છે. તેમાં 145 દેશોની સેનાઓને સામેલ કરવામાં આવી છે. અમેરિકન આર્મીને પ્રથમ રેન્ક, રશિયન સેનાને બીજો રેન્ક અને ચીનની સેનાને ત્રીજો રેન્ક મળ્યો છે.
યાદી અનુસાર આ ત્રણ શક્તિશાળી સેનાઓ પછી ચોથા નંબરે ભારતીય સેના સૌથી શક્તિશાળી છે.
ગ્લોબલ ફાયર પાવર 60 પરિબળોનું વિશ્લેષણ કરે છે અને દેશોના દળો માટે રેન્કિંગ બહાર પાડે છે.
ગ્લોબલ ફાયરપાવર એ 0.0000 બેન્ચમાર્ક સેટ કર્યો છે. વિવિધ પરિબળોનું વિશ્લેષણ કર્યા પછી, જે દેશની સેનાનો પાવર ઇન્ડેક્સ સ્કોર બેન્ચમાર્ક સુધી પહોંચે છે તે દરેક રીતે સંપૂર્ણ માનવામાં આવે છે. નંબર વન પર રહેલી યુએસ આર્મીનો પાવર ઈન્ડેક્સ સ્કોર 0.0699 છે. આ પછી રશિયન આર્મી છે, જેનો સ્કોર 0.0702 છે અને ચીનની સેના 0.0706ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે.
ભારતનો પાવર ઇન્ડેક્સ સ્કોર 0.1023 છે.
આમ ભારતની સેના વિશ્વની શક્તિશાળી સેનાઓમાં ચોથું સ્થાન ધરાવે છે જયારે પાકિસ્તાન નવમાં નંબરે છે.