પાકિસ્તાન તેની વાયુસેનાને વધુ મજબૂત બનાવવા 20 J-10C ડ્રેગન અને 149 JF-17 થંડર પછી, તેણે ચીનના ફાઇટર જેટ Sleuth J-31ને સામેલ કરવાની હિલચાલ શરૂ કરી છે.

પાકિસ્તાનના એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબરે પુષ્ટિ કરી કે તેઓએ ચીનના ફાઈટર જેટ સ્લુથ જે-31ને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ભારતીય વિશ્લેષકોના મતે, પાકિસ્તાન ઈચ્છે છે કે ચીનની સ્લ્યુથ ફાઈટર પ્લેન પાકિસ્તાન એરફોર્સમાં હાજર અમેરિકન ફાઈટર જેટ F-16નું સ્થાન લે.

પાકિસ્તાન હંમેશા ભારતને ધ્યાનમાં રાખીને પોતાની સૈન્ય તાકાત વધારવાનો પ્રયાસ કરતું આવ્યું છે, પાકિસ્તાને અગાઉ પણ રાફેલને પડકારવા માટે ચીનના J10ને એરફોર્સમાં સામેલ કર્યા હતા.
તેવી જ રીતે તેમાં ફરી એકવાર ચીનના 5મી પેઢીના ફાઈટર જેટ J-31નો સમાવેશ કરવા જઈ રહ્યુ છે.

પાકિસ્તાને તેની વાયુસેનામાં ફાઈટર જેટ્સનો સમાવેશ કર્યો છે, તેમાં 87 ડસોલ્ટ મિરાજ અને 92 ડસોલ્ટ મિરાજનો સમાવેશ થાય છે, પરંતુ કો નવા ફાઇટર જેટને સામેલ કરવાને વધુ પ્રાધાન્ય આપી રહી છે.

ચીનનું 5મી પેઢીના J-31 Sleuth ફાઈટર જેટ તેની પ્રભાવશાળી સુવિધાઓ માટે જાણીતું છે.
તે દુશ્મનના પ્રદેશમાં ઊંડે સુધી ઘૂસણખોરી કરવામાં સક્ષમ છે અને કોઈપણ પ્રકારના રડાર હેઠળ પણ આવી શકતું નથી.

પાકિસ્તાને થોડા દિવસ પહેલા જ પોતાના ફાઈટર જેટનું પ્રદર્શન બતાવ્યું હતું જેમાં તેણે સાઉદી અરેબિયાના F-15 ફાઈટર જેટને સ્વદેશી બતાવ્યુ ત્યારે દુનિયાભરમાં હાંસીપાત્ર બન્યું હતું.