કયા દિવસે નિવૃત્તિ લેવી તે કહેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ ઊંડો વિચાર કર્યા બાદ મને સમજાયું કે મારા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
અઝહર અલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન અઝહર અલીએ પોતાના ફેન્સને ચોંકાવી દેતા મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, અઝહરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તે પોતાની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે કરાચીમાં રમશે. ટેસ્ટમાંથી નિવૃત્તિની ઘોષણા કરતા અઝહરે કહ્યું કે પોતાના દેશ માટે સર્વોચ્ચ સ્તર પર રમવું તેના માટે સન્માન અને વિશેષાધિકારની વાત છે. કયા દિવસે નિવૃત્તિ લેવી તે કહેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ ઊંડો વિચાર કર્યા બાદ મને સમજાયું કે મારા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે.
અઝહર અલીની ક્રિકેટ કારકિર્દી
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન અઝહર અલીએ પાકિસ્તાન ટીમ માટે 96 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 42.5ની શાનદાર એવરેજથી 7097 રન બનાવ્યા છે. અઝહરે ટેસ્ટમાં 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેણે ટેસ્ટ મેચમાં 3 વખત બેવડી સદી ફટકારી છે. અઝહરે પાકિસ્તાન માટે એક વખત ત્રેવડી સદી પણ ફટકારી છે.
ટેસ્ટ ઉપરાંત અઝહરે પાકિસ્તાન માટે વનડે પણ રમી છે. તેણે 53 વનડેમાં પાકિસ્તાન ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે 3 સદી અને 12 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેના 1845 રન છે. તમને જણાવી દઈએ કે અઝહર અલીને પાકિસ્તાન ટેસ્ટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન માનવામાં આવે છે. તેણે પોતાના પ્રદર્શનના આધારે ઘણી વખત આ સાબિત પણ કર્યું છે.