બે વર્ષમાં પંજાબમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સમર્થિત આતંકવાદી જૂથો મજબૂત થયા

બે વર્ષમાં પંજાબમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સમર્થિત આતંકવાદી જૂથો મજબૂત થયા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ભારત સરકારે કેનેડા સમક્ષ એકતરફ જ્યાં શીખ ફોર જસ્ટીસ દ્વારા આયોજિત ખાલિસ્તાની જનમત સંગ્રહને લઇ વિોધ નોંધાવ્યો છે ત્યાં હવે ખાલિસ્તાની આગ હવે જર્મની પહોંચી છે. આ જનમત સંગ્રહમાં ભારત સિવાય નવો ખાલિસ્તાન દેશ ઈચ્છો છો કે નહીં તે અંગે પ્રશ્ન પૂછાશે ? ભારતે આના પર કેનેડા સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે આ મુદ્દો દિલ્હીમાં કેનેડિયન એમ્બેસી અને કેનેડાના અધિકારીઓ સાથે ઉઠાવ્યો છે. જોકે આ દરમિયાન હવે જર્મની ખાલિસ્તાની સમર્થકોનું અડ્ડો બની રહ્યું છે.

આ સમગ્ર રમત પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIનું મગજ છે. તેના ફંડિંગથી કેનેડા પછી જર્મની અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકો વધુ મજબૂત થઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં પંજાબમાં ભારત અને ખાલિસ્તાનના સમર્થનમાં ઘણી વખત અવાજો સંભળાયા છે. ખાલિસ્તાનના સમર્થકો સરકારી ઓફિસો, શાળાઓ અને મંદિરોમાં તેમના પોસ્ટર, બેનરો અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. રેલીઓ, રોડ શો અને સભાઓમાં આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા અને જરનૈલ સિંહ ભિંડરાનવાલેના પોસ્ટર લહેરાવવામાં આવી રહ્યા છે. 2020 થી પંજાબમાં આવા 100 થી વધુ કેસ નોંધાયા છે.

કાશ્મીરમાં કડકાઈ હોવાથી પાકિસ્તાનનું ધ્યાન પંજાબ પર
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં પંજાબમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સમર્થિત આતંકવાદી જૂથો મજબૂત થયા છે. જેમાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ, ભિંડરાવાલે કમાન્ડો ફોર્સ ઓફ ખાલિસ્તાન, ખાલિસ્તાન લિબરેશન ફોર્સ, શીખ ફોર જસ્ટિસ, ખાલિસ્તાન લિબરેશન આર્મીનો સમાવેશ થાય છે.

આ સંસ્થાઓને યુકે, કેનેડા અને જર્મની પાસેથી ભંડોળ મળી રહ્યું છે. પાકિસ્તાન અને ચીન તેમને લોજિસ્ટિક સપોર્ટ આપે છે. જેમાં હથિયારો અને ડ્રગ્સનો સમાવેશ થાય છે. પંજાબમાં ડ્રોન દ્વારા પાકિસ્તાનથી હથિયાર અને ડ્રગ્સ મોકલવાના કિસ્સા સામે આવ્યા છે.

ગુરપતવંત સિંહ પન્નુ ખાલિસ્તાન ચળવળનો સૌથી મોટો ચહેરો
શીખ ફોર જસ્ટિસ સંસ્થાના ચીફ ગુરપતવંત સિંહ પન્નુ કેનેડામાં બેસીને ખાલિસ્તાન ચળવળ ચલાવી રહ્યા છે. તે ભારતના યુવાનોને ખોટા કામો કરવા લલચાવે છે. તેણે પંજાબની ચૂંટણી પહેલા પીએમ મોદીની રેલીમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવા માટે એક લાખ ડોલર (80 લાખ રૂપિયા)નું વચન આપ્યું હતું.

અમૃતસર જિલ્લાના ખાનકોટ ગામનો રહેવાસી પન્નુ કાયદાનો ગ્રેજ્યુએટ છે અને ISIની મદદથી પંજાબમાં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. સરકારે UAPA હેઠળ પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે.

NIAએ નેક્સસ તોડવા પંજાબમાં દરોડા પાડ્યા
NIAએ મંગળવારે પંજાબમાં આતંકવાદીઓ, દાણચોરો અને ગેંગસ્ટરોની સાંઠગાંઠ તોડવા માટે દરોડા પાડ્યા હતા. પંજાબમાં લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના સહિત અનેક ગેંગ સાથે જોડાયેલા લોકોના સ્થળો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. NIAની ટીમ મોગાના માનુકે ગિલ ગામમાં ગેંગસ્ટર સુખપ્રીત બુઢા અને તેના કેટલાક નજીકના મિત્રોના ઘરે પણ પહોંચી હતી. આ દરોડામાં શું મળ્યું તેની માહિતી બહાર આવી નથી.