કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે.
જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારશે.

વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડાના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે કોંગ્રેસના વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.

મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનને ઈજ્જત આપવી જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે.

જો આપણે તેમનું સન્માન નહીં જાળવીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.

અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે.
મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે.
એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે.
નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત ઘમંડી રીતે આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે.
આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
અય્યરે કહ્યું કે ભાજપ કહે છે કે આતંકવાદ અને મંત્રણા સાથે ન ચાલી શકે પરંતુ વાતચીતથી જ આતંકવાદનો અંત આવશે.