આ વર્ષે માર્ચમાં ભારતની બ્રહ્મોસ મિસાઈલ (નિશસ્ત્ર) ભૂલના કારણે પાકિસ્તાનમાં બ્લાસ્ટ થઇ હતી. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એરફોર્સના ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
આ વર્ષે માર્ચમાં જ્યારે ભારતની બ્રહ્મોસ મિસાઈલ આકસ્મિક રીતે પાકિસ્તાનમાં છોડવામાં આવી ત્યારે તે મોટો વિવાદ બની ગયો હતો. પાકિસ્તાને આ મામલે તપાસની માંગ કરી હતી. હવે એક્શન લેતા ભારતે એરફોર્સના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા છે. હવે જાણકારી માટે તમને જણાવી દઈએ કે 9 માર્ચે ભારતીય સુપરસોનિક મિસાઈલ (નિશસ્ત્ર) લાહોરથી લગભગ 275 કિલોમીટર દૂર પાકિસ્તાની વિસ્તારમાં પડી હતી. જેના કારણે કોલ્ડ સ્ટોરેજને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નહતું. ત્યારે ભારત સરકારે તે સમગ્ર ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને તપાસ કરવાની વાત કરી હતી.
તપાસ વાઇસ એર માર્શલ આરકે સિન્હા દ્વારા કરવામાં આવી
બાદમાં આ મામલાની તપાસ વાઇસ એર માર્શલ આરકે સિન્હા દ્વારા કરવામાં આવી હતી અને તેમના વતી એકથી વધુ અધિકારીઓને આ સમગ્ર ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. હવે આ જ તપાસના આધારે એરફોર્સે ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા છે. ભવિષ્યમાં આવી બેદરકારી ન બને તે માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
રાજનાથસિંહે સંસદમાં પણ આપ્યું હતું નિવેદન
આ સમગ્ર વિવાદ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ અજાણતા ઘટના ખેદજનક છે, અમારી મિસાઈલ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત અને ભરોસાપાત્ર છે. આ ઘટના સૂચના દરમિયાન અજાણતા મિસાઈલ છોડવા સાથે સંબંધિત છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનાને કારણે કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે.