દેવું કરવામાં ઇમરાન ખાનનો મુખ્ય હાથ, પાક. પર જેટલું દેવું છે એમાં ઈમરાન ખાન સરકારનું યોગદાન 40 ટકા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
પાકિસ્તાન અને દેવું એક બીજાના પૂરક બની ગયા છે. વિશ્વના ટોપ ટેન દેશોમાં પાકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પર સૌથી વધુ બહારનું ઋણ છે અને કોવિડ-19 મહામારી પછી ડેટ સર્વિસ સસ્પેન્શન ઈનિશિએટિવ માટે પાત્ર બન્યો છે. આ કારણે હવે તેને વિદેશી ઋણ મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. 10 સૌથી DSSI યોગ્ય ઉધારીઓ- અંગોલા, બાંગ્લાદેશ, ઈથિયોપિયા, ગાના, કેન્યા, મંગોલિયા, નાઇજીરિયા, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને જામ્બિયાનું સંયુક્ત વિદેશી ઋણ વર્ષ 2020ના અંતમાં 509 બિલિયન ડોલર હતું, જે 2019ની સરખામણીએ 12 ટકા વધુ છે અને DSSIની સીમામાં આવનારા તમામ દેશોનાં કુલ વિદેશી દેવાંના 59 ટકા હતું.

DSSIની સીમામાં આવનારા દેશોની પાસે 2020ના અંત સુધીમાં ગેરન્ટીવાળા વિદેશી દેવાંનો લગભગ 65 ટકા હિસ્સો હતો. આ દેશોને અલગ-અલગ દર પર વિદેશ ઋણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે પાકિસ્તાન પર જેટલું દેવું છે એમાં ઈમરાન ખાન સરકારનું યોગદાન 40 ટકા છે.