95મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર)ની 10 કેટેગરીની જાહેરાત કરવામાં આવી

ભારતની છેલો શો ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. બીજી તરફ જે ફિલ્મની ખુબ ટીકા થઇ હતી અને પોતાના જ દેશમાં પ્રતિબંધિત પાકિસ્તાની ફિલ્મ જોયલેન્ડને પણ ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, ભારતનો છેલ્લો શો અને પાકિસ્તાનનો જોયલેન્ડ બંને એક જ કેટેગરીમાં છે, જે ઓસ્કારને વધુ ચર્ચિત અને રોમાંચક બનાવી શકે છે.

ગુરુવારે, 95મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર)ની 10 કેટેગરીઓની જાહેરાત કરવામાં આવી હતી. જોયલેન્ડને 15 ફિલ્મોમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી હતી. આ કેટેગરીમાં 92 દેશોની ફિલ્મોનો સમાવેશ થાય છે. ભારતની છેલ્લો શો ફિલ્મને પણ આ જ શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવી છે. એક જ શ્રેણીમાં બંને ફિલ્મોનો સમાવેશ બંને દેશો માટે સ્પર્ધાને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવશે.

છેલ્લો શો એક ગુજરાતી ફિલ્મ છે. છેલ્લો શો નામ વિશે વાત કરીએ તો, તે એક ગુજરાતી શબ્દ છે જેનો અર્થ છે લાસ્ટ શો. ફિલ્મની વાર્તા 9 વર્ષના બાળક પર કેન્દ્રિત છે. તેનું નામ સમય છે. સિનેમા હૃદયમાં રહે છે. ફિલ્મની વાર્તા સૌરાષ્ટ્રના ચલાલા ગામની છે.

બીજી તરફ પાકિસ્તાની ફિલ્મ જોયલેન્ડની વાત કરીએ તો દેશમાં રિલીઝ પહેલા જ ફિલ્મને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં અત્યંત વાંધાજનક દ્રશ્યોને ટાંકીને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, બાદમાં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ ફિલ્મ પાકિસ્તાનમાં 19 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મને રેકોર્ડ 10 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. હવે, બંને ફિલ્મો એક જ કેટેગરીમાં ઓસ્કાર માટે લડશે, તે જોવાનું રસપ્રદ રહેશે કે ઓસ્કાર કોના ફાળે જાય છે.