ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દુનિયામાં મહત્વનું પ્રદાન કરનાર લિસા સ્ટાલેકર મૂળ ભારતીય છોકરી છે અને તેઓની વાસ્તવિક કહાની ખૂબજ રોચક છે કે તેણે પોતાના વાસ્તવિક માતાપિતાને જોયા પણ નથી કારણકે એવા બદનસીબ માતાપિતા હતા કે જેઓ પોતાની બાળકીનો ઉછેર કરવા અસમર્થ હોય એ બાળકીને
મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલા ‘શ્રીવાસ્તવ અનાથાશ્રમ’ની બહાર તા.13 ઓગસ્ટ, 1979 ના રોજ મૂકીને જતા રહ્યા જ્યારે બાળકીનો રડવાનો અવાજ આવ્યો ત્યારે અનાથાશ્રમના સંચાલક સહિતના સ્ટાફે તેને આશ્રમમાં લાવી ઉછેર કર્યો અને તે છોકરીનું નામ આપ્યું ‘લૈલા’.
‘લૈલા’ને રહેવા ઘર મળ્યું પ્રેમ અને હૂંફ મળી અને મોટી થવા લાગી બરાબર આજ અરસામાં હારેન અને સુ નામનું એક અમેરિકન દંપતી ભારતની મુલાકાતે આવ્યું હતુ તેઓ એક પુત્રની તલાસમાં હતા તેઓન પરિવારમાં પહેલેથી જ એક છોકરી હતી અને હવે એક છોકરાને દત્તક લેવાનો હતો. તેઓ એક સુંદર છોકરાની શોધમાં આ આશ્રમમાં આવ્યા હતા પણ વિધાતાને કંઈક બીજું જ મંજુર હતું અને તેઓ કોઈ છોકરો શોધી શક્યા નહીં, પરંતુ આ દંપતી ને પહેલી નજરમાં નાનકડી લૈલા ગમી ગઈ તેની ચળકતી ભૂરી આંખો અને નિર્દોષ ચહેરા ઉપરનું હાસ્ય દિલને સ્પર્શી ગયું અને તેઓએ લૈલાને દત્તક લેવાનું નક્કી કરી લીધું.

કાયદાકીય પ્રોસીઝર પૂર્ણ કર્યા બાદ, લૈલાને દત્તક લેવામાં આવી અને નવું નામ ‘લિઝ’ કરી દીધું, તેઓ પાછા યુએસ મિશિગન ગયા, પરંતુ થોડા વર્ષો પછી તેઓ ઓસ્ટ્રેલિયા ગયા જ્યાં સિડનીમાં કાયમી સ્થાયી થઈ ગયા.

પિતાએ દીકરીને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરી અને તેની ક્રિકેટ સફર ઘર આંગણે પાર્કમાં રમવાથી શરૂ થઈ ત્યારબાદ સોસાયટીના બાળકો સાથે ક્રિકેટ રમવા લાગી.
અભ્યાસ સાથે સાથે તે ક્રિકેટમાં આગળ વધવાનું નક્કી કર્યું અને અભ્યાસ પૂર્ણ થતાંજ સારી તક મળતા જ મેદાનમાં તેનો ઓલરાઉન્ડ દેખાવ અને રેકોર્ડ્સ થતા ગયા અને લિસાએ વર્ષ 2001માં ઈંગ્લેન્ડ સામેની વનડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયા માટે 8 ટેસ્ટ, 125 વનડે અને 54 ટી20 મેચોમાં ભાગ લીધો. વન ડે ઈન્ટરનેશનલમાં લિસાએ 2728 રન બનાવ્યા અને 146 વિકેટ પણ લીધી.T20 ઈન્ટરનેશનલમાં લિસાએ કુલ 729 રન બનાવ્યા અને 60 વિકેટ પણ લીધી. ટેસ્ટ મેચમાં 416 રન બનાવવા ઉપરાંત લિસા સ્થલેકરના નામે 23 વિકેટ છે. લિસાએ ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.

1997- ન્યૂ-સાઉથ વેલ્સ તરફથી પ્રથમ મેચ રમી
2001- ઓસ્ટ્રેલિયાની પ્રથમ વનડે રમી
2003- ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રથમ ટેસ્ટ રમી
2005- ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રથમ ટી20 રમી.

વનડેમાં 1000 રન અને 100 વિકેટ લેનારી તે પ્રથમ મહિલા ક્રિકેટર બની. ICC રેન્કિંગ સિસ્ટમ શરૂ થઈ ત્યારે તે વિશ્વની નંબર વન ઓલરાઉન્ડર હતી.
પછી તો તે ઓસ્ટ્રેલિયન ટીમ ની કેપ્ટન પણ બની!
તેણે ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો – ODI અને T-20.

2013માં તેની ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો, બીજા દિવસે આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ લિઝા સ્ટેલકરને તેના હોલ ઓફ ફેમમાં સામેલ કરી છે.
ભારતના પુણે સ્થિત શ્રીવાસ્તવ અનાથાશ્રમ’ની બહાર ત્યજી દેવાયેલી એજ છોકરી મોટી થઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બની તેનું જ નામ છે,લિસા સ્ટેલકર.!!

આપને જણાવી દઈએ કે હાલમાં લિસા સ્ટેલકર ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટર છે અને આઈસીસી વર્લ્ડકપ ૨૦૨૩ની કોમેન્ટેટર પેનલમાં સામેલ છે, તેણે પોતાનું નામ બનાવ્યું છે તેની પાછળ સખત મહેનત અને લક્ષ,આત્મ વિશ્વાસ હતો જે તેના પાલક માતાપિતા એ પુરા પડેલા માર્ગદર્શન અને પ્રેમ-હુંફનો પ્રભાવ પણ હતો.
આમ,એક ત્યજી દેવાયેલી અનાથ બાળા પોતાનું કેરિયર બનાવવામાં સફળ થઈ હતી જે અન્યો માટે પ્રેરક ઉદાહરણ છે.