ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે 5 ટેસ્ટ મેચની સીરીઝ માટે ભારત આવી ગઈ છે,પરંતુ તેનો એક ખેલાડી ભારતમાં પગ મૂકી શક્યો નથી.
વાસ્તવમાં, પ્રથમ વખત ઇંગ્લેન્ડની ટીમમાં સમાવિષ્ટ શોએબ બશીરને ભારતમાંથી વિઝા મળી શક્યા નથી અને હવે તે દુબઇથી જ ઇંગ્લેન્ડ પરત ફર્યો છે.

ઈંગ્લેન્ડની ટીમે હવે આ યુવા ખેલાડી વિના પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમવી પડશે.
20 વર્ષનો બશીર પાકિસ્તાની મૂળનો બ્રિટિશ ખેલાડી છે અને તેને ભારતમાં તેના વિઝા અંગે કેટલીક સમસ્યાઓ ઉભી થતાં તેને વિઝા મળી શક્યા ન હતા પરિણામે ભારતમાં પગ મૂકી શક્યો નથી.

હવે બશીર ઈંગ્લેન્ડ પરત ફરશે અને ભારતીય હાઈ કમિશનમાં જઈ ફરી અરજી કરશે.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે આ મામલે દુખ વ્યક્ત કર્યું છે અને તેણે કહ્યું, ‘અમે ડિસેમ્બરના મધ્યમાં અમારી ટીમની જાહેરાત કરી હતી અને હવે બાશ (બશીર) વિઝાની મુશ્કેલીના કારણે અહીં આવી શકશે નહીં,હું તેના માટે ખૂબ જ નિરાશ છું.

હું નથી ઈચ્છતો કે ઈંગ્લેન્ડની ટીમ સાથે તેનો પહેલો અનુભવ આટલો ખરાબ હોય.
ટીમને આશા હતી કે બશીર યુએઈ પહોંચી ગયો છે અને ત્યાં તેના વિઝાનો મુદ્દો ઉકેલાઈ જશે.
તેમની ટીમના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ સ્ટુઅર્ટ હૂપર પણ અહીં હાજર હતા પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ મળી શક્યો ન હતો.