ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીઝે કરી જાહેરાત, અગાઉ ઓસ્ટ્રેલિયાના ઘણાં રાજ્યોએ જાહેર કર્યું હતું કે તેઓ મફતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓપ્ટસ એવા ગ્રાહકોના રિપ્લેસમેન્ટ પાસપોર્ટના ખર્ચને આવરી લેશે કે જેમની સાયબર એટેક દરમિયાન તેમની અંગત માહિતી લીક થઈ હતી, વડા પ્રધાન એન્થની આલ્બેનીઝે આજે આ જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે અને સેનેટર પેની વોંગે ઓપ્ટસને વિનંતી કરી હતી કે જો સાયબર હુમલામાં ગ્રાહકોની વિગતો સાથે ચેડા કરવામાં આવ્યા હોય તો તેમના પાસપોર્ટ બદલવાની કિંમત આવરી લેવામાં આવે અને હવે આ મુદ્દે સહમતિ સધાઇ ગઇ છે “ઓપ્ટસે મારી વિનંતીનો જવાબ આપ્યો છે જે મેં સંસદમાં અને સેનેટર વોંગે ઓપ્ટસને લેખિતમાં કરી હતી, તેઓ અસરગ્રસ્ત ગ્રાહકોના પાસપોર્ટ બદલવાની કિંમતને આવરી લેશે.”
આલ્બેનીઝે કહ્યું હતું કે “મને લાગે છે કે તે સંપૂર્ણપણે યોગ્ય છે.” આ સપ્તાહની શરૂઆતમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ઘણી રાજ્ય સરકારો ઓપ્ટસ સાયબર હુમલાના પીડિતો માટે મફત ડ્રાઇવિંગ લાયસન્સ રિપ્લેસમેન્ટ આપશે. માત્ર આટલું જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ દ્વારા પીડિત ગ્રાહકોને સુરક્ષા પ્રદાન કરવા માટે ઓપરેશન ગાર્ડિયન ઓપરેશન શરૂ કરાયું છે.
‘ઓપરેશન ગાર્ડિયન’ સાયબર હુમલાના પીડિતોની ઓળખ અને રક્ષણ માટે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ સૌથી પહેલા 10,000 ઓપ્ટસ ગ્રાહકો પર પોતાનું ફોકસ વધારશે જેમનો ડેટા લીક થયો હોવાનું ખુલ્યું છે ત્યારબાદ તેઓ 9.8 મિલિયન કસ્ટમર્સના ડેટાને સિક્યોર કરવા કામ કરશે.
ઓપરેશન નીચે મુજબ કરશે:
- 10,000 વ્યક્તિઓને ઓળખો અને સુરક્ષિત કરો જેમની પાસે તેમનો અંગત ડેટા અને ઓળખની માહિતી ઓનલાઈન બહાર પાડવામાં આવી હતી
- ઈન્ટરનેટ અને ડાર્ક વેબ પર ઓનલાઈન ફોરમ પર દેખરેખ રાખશે જેથી કોઈ પણ વ્યક્તિ માહિતીનો દુરુપયોગ કરે તો ખ્યાલ આવે.
- ડેટા ભંગ સાથે સંકળાયેલ ગુનાહિત પ્રવૃત્તિ શોધવા માટે નાણાકીય ક્ષેત્ર સાથે કામ કરવું
- પીડિત ઓપ્ટસ ગ્રાહકો અને અનુગામી ગુનાહિત પ્રવૃત્તિ વચ્ચેની કડીઓ નક્કી કરવા માટે ReportCyber તરફના ટ્રેન્ડ્સને તપાસશે
- સાયબર ગુનેગારોની ઓળખ કરીને તેમને અટકાવવાના પગલા ભરશે