ક્રિસમસની રજાઓ પહેલા ન્યુઝીલેન્ડમાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્યુ

છેલ્લા અઠવાડિયામાં કોવિડ -19 ના 42,740 નવા કેસ નોંધાયા છે અને વાયરસથી 64 લોકોના મૃત્યુ થયા છે, આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે અને આ આંકડા ફરીથી ડરાવી રહ્યા છે. આ સાથે જ કુલ 581 લોકો વાયરસ સાથે હોસ્પિટલમાં હતા અને જેમાં 15 આઈસીયુમાં હતા. આજે જે 64 લોકોના મોતની જાણ થઈ રહી છે તેમાંથી ત્રણ નોર્થલેન્ડના, 19 ઓકલેન્ડ પ્રદેશના, સાત વાઈકાટોના, બે બે ઓફ પ્લેન્ટીના, ચાર લેક્સના, ચાર હોક્સ બેના, એક તરનાકીના હતા. પાંચ મિડસેન્ટ્રલના, ત્રણ વાંગનુઇના, બે વેલિંગ્ટન પ્રદેશના, એક નેલ્સન માર્લબરોમાંથી, 10 કેન્ટરબરીના અને ત્રણ સધર્નના હતા.

મૃત્યુ પામેલા લોકોમાં એક 30ના દાયકામાં, બે 40ના દાયકામાં, એક 50ના દાયકામાં, પાંચ 60ના દાયકામાં, 12 70ના દાયકામાં, 28, 80ના દાયકામાં અને 15ની ઉંમર 90 વર્ષથી વધુ હતી. આ લોકોમાંથી 33 મહિલાઓ હતી અને 30 પુરુષો હતા.

આરોગ્ય અધિકારીઓ એ પણ ચિંતિત છે કે ક્રિસમસની રજાના સમયગાળા દરમિયાન કોવિડ -19 ની લહેર દેશભરની હોસ્પિટલોમાં પહેલેથી જ ખેંચાયેલા સ્ટાફની સંખ્યા પર ગંભીર અસર કરી શકે છે. જેથી લોકોને ચેતતા રહેવાની સલાહ આપી છે.