આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.કેજરીવાલની આ જાહેરાતથી બધાને આશ્ચર્ય થયું છે.
મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અગાઉ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે.
ત્યારે હવે વિપક્ષનું ગઠબંધન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.
અગાઉ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી પણ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે.
જ્યારે બિહારમાં નીતિશ કુમારની JDU પણ ભારત ગઠબંધનમાંથી બહાર થઈ ગઈ છે ત્યારે હવે I.N.D.I.A મહા ગઠબંધન વિખેરાઈ ગયું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
હરિયાણાના જીંદમાં AAPની ‘બદલાવ જન સભા’ને સંબોધતા કેજરીવાલે કહ્યું, ‘આજે લોકોને માત્ર એક જ પાર્ટીમાં વિશ્વાસ છે અને તે છે આમ આદમી પાર્ટી.
એક તરફ તેમને પંજાબ દેખાય છે અને બીજી બાજુ દિલ્હીમાં અમારી સરકાર છે.
આજે હરિયાણા મોટા પરિવર્તનની રાહ જોઈ રહ્યું છે,પહેલા દિલ્હી અને પંજાબમાં લોકોએ આ મોટો બદલાવ કર્યો અને હવે ત્યાંના લોકો ખુશ છે તેથી હરિયાણામાં સરકાર બનાવવા AAP તમામ 90 બેઠકો પર ચૂંટણી લડશે અને અમે હરિયાણામાં આગામી સરકાર બનાવીશું અને તેને દેશનું નંબર 1 રાજ્ય બનાવીશું.
આમ,હવે પાર્ટીઓ પોતપોતાની રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે પરિણામે ગઠબંધનનો ફિયાસ્કો થઈ ગયો છે.