લોકસભાની ચૂંટણીઓ અગાઉ દેશની નજર બિહારના રાજકારણ ઉપર છે આજે બિહારમાં સૌની નજર નીતીશ કુમારના આગળના સ્ટેપ ઉપર છે કે તેઓ હવે શું પગલું ભરે છે અને તે હવે ક્લીઅર થઈ ચૂક્યું છે.
આજે નીતીશ કુમારે સવારે 11 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
નીતીશ કુમારે CM પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો તેઓએ દાવો રજૂ કર્યો છે.
નીતીશ કુમારે રાજીનામુ આપતા પહેલા CM હાઉસમાં પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં ચર્ચા બાદ નીતીશ કુમારે રાજીનામાની જાહેરાત કરી હતી.
જોકે, શપથ ગ્રહણ આજે સાંજે યોજાવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
નીતીશ કુમારની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તેઓનું કહેવું છે કે જનતાના કામો થતા ન હતા જેથી મે રાજીનામું આપી દીધું છે, જે સરકાર હતી, તેને સમાપ્ત કરવા માટે અમે રાજ્યપાલને કહ્યું હતું, ચારે બાજુથી અભિપ્રાયો આવી રહ્યા હતા, મેં તે સાંભળ્યા છે.
બીજેપી ચીફ જેપી નડ્ડા 4 વાગ્યા સુધીમાં પટના પહોંચી જશે, જ્યારે બીજેપીના એક ધારાસભ્યએ દાવો કર્યો છે કે શપથ ગ્રહણ સાંજે 7 વાગ્યે થશે.
નીતીશ કુમારનું કહેવું છે કે હવે અગાઉનું ગઠબંધન છોડીને નવું ગઠબંધન બન્યું છે,આજે અમે તેમનાથી અલગ થઈ ગયા છે તેઓ કોઈ જ કામ કરતા ન હતા પરિણામે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
બીજી તરફ ભાજપ દ્વારા સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ સમારોહમાં હાજરી આપી શકે છે,નડ્ડા 3 વાગે પટના પહોંચી રહ્યા છે.
નીતિશ કુમાર આરજેડી સાથે છેડો ફાડીને હવે ભાજપ સાથેના ગઠબંધનની સાંજ સુધીમાં ઘોષણા થશે.
સુત્રોનું માનીએ તો ભાજપે CM નીતિશ અને ભાજપના બે ડેપ્યુટી સીએમની શરત સ્વીકારી લીધી હોવાની વાત ચર્ચામાં છે.
આરજેડીએ તેના તરફથી સરકાર બનાવવાનો દાવો ન કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
સમ્રાટ ચૌધરીને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે વિજય સિન્હા ઉપનેતા તરીકે ચૂંટાયા છે.
માનવામાં આવે છે કે આ બંને નેતાઓ બિહારના નાયબ મુખ્યમંત્રી હશે અને નીતીશ કુમાર મુખ્યમંત્રી હશે.
નીતિશ કુમારે રાજ્યપાલને ભાજપને સમર્થનનો પત્ર સોંપ્યો છે.
રાજ્યપાલે સમર્થન પત્ર સ્વીકારી લીધો છે.
આ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારમાં નીતીશ કુમાર ફરી એકવાર ભાજપના સમર્થનમાં સરકાર બનાવશે. વિધાનસભામાં ભાજપના 78 ધારાસભ્યો, જેડીયુના 45 અને હેમના 4 ધારાસભ્યો છે.
243 સભ્યોની વિધાનસભામાં ત્રણેય પક્ષોનો મળીને આ આંકડો 127 છે, જે બહુમતીના 122ના આંકડા કરતાં પાંચ વધુ છે.