સમગ્ર દેશમાં બિહારના રાજકારણ ઉપર સૌની નજર છે કારણ કે નીતીશ કુમાર અત્યારસુધીના સૌથી મોટા પક્ષ પલટુ સાબિત થઈ રહયા છે,બિહારમાં ગઠબંધન બદલી તેઓ સતત મુખ્યમંત્રી ની ખુરશી જાળવી રાખવામાં સફળ રહયા છે ત્યારે હવે ફરી ભાજપ સાથે ગઠબંધન બનાવી સરકાર રચવા જઈ રહયા છે આપને છેલ્લા 23 વર્ષના રાજકીય ઘટનાક્રમ જણાવવા જઈ રહયા છે, જેમાં સતત નવમીવાર નીતિશ કુમાર મુખ્યમંત્રી બનવા જઇ રહયા છે.બિહારના રાજકારણમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર ભાજપ સાથે મળીને નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ સરકાર બનાવવા જઈ રહયા છે.
અત્યારસુધીમાં છેલ્લા 23 વર્ષમાં તેઓ 8 વખત બિહારના મુખ્યમંત્રી બની ચુક્યા છે અને હવે નવમીવાર મુખ્યમંત્રી બનવા જઈ રહયા છે.
છેલ્લા 23 વર્ષની વાત કરવામાં આવેતો નીતીશ કુમાર સૌ પ્રથમવાર વર્ષ 2000માં ભાજપના સમર્થનથી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા જોકે, તેમણે માત્ર 7 દિવસમાંજ રાજીનામું આપવું પડ્યું હતું.
ત્યારબાદ 2005માં બિહારમાં બીજેપી-જેડીયુ ગઠબંધનને બહુમતી મળી અને નીતિશ કુમાર બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.
ફરી 2010માં ભાજપ-જેડીયુ ગઠબંધને બહુમતી મળી અને નીતિશ કુમાર ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા.
2013માં નીતીશ કુમારથી NDAથી અલગ થયા અને તે વખતે તેઓએ પોતાની પાર્ટીના નેતા જીતન રામ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા જોકે, ત્યારબાદ ફેબ્રુઆરી 2015માં તેઓ પોતે ફરી ચોથી વખત મુખ્યમંત્રી બન્યા
2015માં નીતીશ કુમારે આરજેડી સાથે મળી ચૂંટણી લડી અને ગઠબંધનની જીત થતા તેઓ ફરી પાંચમી વખત મુખ્યમંત્રી બન્યા.
2017માં નીતિશ કુમારે આરજેડીથી છેડો ફાડયો અને ગઠબંધન તોડી ફરીથી ભાજપ સાથે સરકાર બનાવી અને છઠ્ઠી વખત મુખ્યમંત્રી બન્યા.
બિહારમાં 2020માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જેડીયુએ એનડીએ ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડી અને બહુમતી મળતા નીતિશ કુમાર સાતમી વખત મુખ્યમંત્રી બન્યા.
ત્યારબાદ ઓગસ્ટ 2022માં નીતીશ કુમારે ભાજપ સાથે છેડો ફાડયો અને તેમણે આરજેડી નો હાથ પકડી તેની સાથે ગઠબંધન બનાવી આઠમી વખત મુખ્યમંત્રી બન્યા.
આમ, 2005થી લઈને અત્યાર સુધી બિહારમાં નીતીશ કુમારે અલગ અલગ પક્ષ સાથે ગઠબંધન કરી સરકાર બનાવતા રહ્યા પણ મુખ્યમંત્રીતો પોતેજ રહ્યા.
હવે, ફરી એકવાર ભાજપ સાથે જોડાણ કરી નવમી વખત તેઓ મુખ્યમંત્રી બનવા જઈ રહયા છે.