બિહારમાં ભાજપ સાથે ગઠબંધન કરી નીતીશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજભવન હાજર રહ્યા. હતા.
સાથેજ ભાજપના સમ્રાટ ચૌધરી- વિજય સિન્હાએ પણ ડે. સીએમ તરીકે શપથ લીધા હતા.
સાથે સાથે વિજય ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ, પ્રેમ કુમાર, શ્રવણ કુમાર, સંતોષ કુમાર સુમન (સંતોષ માંઝી), સુમિત કુમાર સિંહે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
શપથ ગ્રહણ સમારોહના સમાપન બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે લખ્યું કે બિહારમાં બનેલી એનડીએ સરકાર રાજ્યના વિકાસ અને તેની જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર છોડશે નહીં.
તેઓએ નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવા પર, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેઓએ ઉમેર્યું કે મને વિશ્વાસ છે કે આ ટીમ રાજ્યના મારા પરિવારના સભ્યોની સંપૂર્ણ સમર્પણ સાથે સેવા કરશે.