22 ઓક્ટોબર સુધી ઓસ્ટ્રેલિયામાં માર્ગ અને પરિવહન સાથે જોડાયેલી વિવિધ ટેકનોલોજીને લઇ ગડકરી કરશે બેઠક

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ઓસ્ટ્રેલિયાની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે. રોડ અને પરિવહન કાર્યાલયે મંગળવારે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ગડકરી 20 થી 22 ઓક્ટોબર સુધી ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે રહેશે અને કેન્દ્રીય મંત્રી ત્યાં ઓસ્ટ્રેલિયન સરકારના પ્રતિનિધિઓની સાથે બેઠક પણ કરશે.

મુલાકાતના પ્રથમ દિવસે ગડકરીએ ન્યુ સાઉથ વેલ્સની ફ્યુચર ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઓસ્ટ્રેલિયાની વિહિકલ ટેકનોલોજીનું સ્થાનિક એન્જીનિયરો સાથે નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે ટેકનોલોજીને લઇ નીતિન ગડકરી હંમેશા એક્ટિવ રહેતા હોય છે અને ભારતમાં પણ તેને લાવવામાં આવે તે દિશામાં હંમેશા કાર્યરત રહેતા હોય છે. નીતિન ગડકરીએ ન્યુ સાઉથ વેલ્સની મુલાકાતને ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે આ સાઇટ જે એક સમયે એરપોર્ટ હતું, હવે ઑસ્ટ્રેલિયામાં વિકસિત થઈ રહેલી સૌથી અદ્યતન વાહન તકનીકનું આયોજન કરે છે.

20મી અને 22મી ઑક્ટોબર 2022ની વચ્ચે, ગડકરી ઑસ્ટ્રેલિયન સરકારના પ્રતિનિધિઓને મળશે .