આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ પર 180 કરોડનું દેવું, ફાઇનાન્સ કંપની પાસેથી લીધી હતી લોન

પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈની આત્મહત્યાના સમાચાર સામે આવતા જ સિનેમા જગતમાં ગમગીની છવાઈ ગઈ છે. નીતિનની આત્મહત્યાનું કારણ આર્થિક તંગી હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે નવી માહિતીમાં જાણવા મળ્યું છે કે નીતિન પર 180 કરોડ રૂપિયાની લોન પણ હતી.

હિન્દી ફિલ્મોના સેટ પર પોતાની આર્ટ નો ઉપયોગ કરીને આકર્ષણ જમાવનાર પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે બુધવારે સવારે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. નીતિન દેસાઈએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. તેમના મૃત્યુથી ચાહકો અને સેલેબ્સની આંખો ભીની થઈ ગઈ. હવે નીતિનના મોતને લઈને એક મોટી માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે નીતિન પર કરોડોનું દેવું હતું.

નીતિન પર 180 કરોડનું દેવું હતું
કહેવામાં આવી રહ્યું છે કે નીતિન દેસાઈ આર્થિક તંગીથી પરેશાન હતા અને તેથી જ તેમણે મોતને ભેટી હતી. હવે તેમની આત્મહત્યા અંગે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નવી માહિતી અનુસાર, નીતિને એક ફાઇનાન્સ કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તે મોટા દેવાના બોજ હેઠળ દબાયેલો હતો.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નિતિને તેની જમીન અને અન્ય મિલકતો ગીરો રાખી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ કલેક્ટરને પત્ર લખીને વસુલાતની દરખાસ્ત પણ કરી હતી.

નીતિન દેસાઈ પર મોટું દેવું હતું
FWICE પ્રમુખ BN તિવારીએ નીતિન દેસાઈની આત્મહત્યા અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેણે કહ્યું- લગભગ ત્રણ મહિના પહેલા મેં નીતિન સાથે છેલ્લી વખત વાત કરી હતી. તેના સ્ટુડિયોમાં લગભગ 150 લોકો કામ કરતા હતા. તેમણે કર્મચારીઓને માસિક પેમેન્ટ પર રાખ્યા હતા. જ્યારે અમે મળ્યા ત્યારે ખબર પડી કે તેના પર મોટો ખર્ચ થયો છે. અગાઉ પણ તેમને બેંક તરફથી ઘણી સમસ્યાઓ આવી હતી. તેમણે એનડી સ્ટુડિયોની સ્થાપનામાં ઘણા પૈસા લગાવ્યા હતા. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેમનો સ્ટુડિયો ચાલતો ન હતો. કોવિડથી તે સતત ખોટમાં હતો. આટલી મોટી પ્રોપર્ટી, જ્યાં 10-15 સ્ટેજ હોય ​​ત્યાં એક-બે શૂટિંગ પણ ચાલતા નહતા.

એનડી સ્ટુડિયો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેમનું આયોજન પણ અદ્યતન સ્તરે હતું. જો કે તેમણે આ માટે ઘણો ખર્ચ કર્યો હતો, જેનું વળતર શક્ય નહોતું. કેટલાક સમયથી ત્યાં માત્ર સલમાન ખાનની ફિલ્મોનું જ શૂટિંગ થતું હતું. કારણ કે આવી સ્થિતિમાં ઘણા પ્રોડક્શન હાઉસ કરજત સુધી જવા માંગતા ન હતા. ત્યાં સ્ટુડિયોમાં 15 સેટ છે. બધા જ લાર્જર ધેન લાઈફ છે. તેમની સ્થાપનામાં ઘણો ખર્ચ થયો હતો. સેટ પર કોઈ વસ્તુની કમી ન હતી, જે આર્થિક ફાયદો થવાનો હતો તે થઈ રહ્યો ન હતો, તેથી તે સતત ખોટમાં જઈ રહ્યો હતો. તેના પર લગભગ કરોડોનું દેવું હશે. થોડા સમય પહેલા તેમણે તેમની પુત્રીના લગ્ન કર્યા હતા. અમારી વાતમાં તેણે કહ્યું હતું કે ફાયનાન્સર મળવું જરૂરી છે, નહીં તો દેવું વધતું જશે.

nd સ્ટુડિયોમાં જ ફાંસી ખાઇને જીવનનો અંત આણ્યો
આશ્ચર્યની વાત એ છે કે નીતિન દેસાઈએ પોતાના જ પ્રખ્યાત એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે 10 વાગ્યે નીતિન દેસાઈ પોતાના રૂમમાં ગયો હતો. આજે સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યો ન હતો. ત્યારબાદ તેના બોડીગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. બારીમાંથી જોયું તો નીતિન દેસાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

કોણ હતા નીતિન દેસાઈ?
નીતિન દેસાઈ 57 વર્ષના હતા અને 9મી ઓગસ્ટે તેઓ તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા. પરંતુ તેના જન્મદિવસના થોડા દિવસો પહેલા જ આર્થિક સંકડામણના કારણે તેણે આપઘાત કરી લીધો હતો. સિનેમાની દુનિયામાં નીતિન દેસાઈનું યોગદાન પ્રશંસનીય હતું. તેણે હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજુ ચાચા, દેવદાસ, જોધા અકબર, લગાન, બાજીરાવ મસ્તાની સહિત અનેક સુપરહિટ હિન્દી અને મરાઠી ફિલ્મોના અદભૂત સેટ ડિઝાઇન કર્યા હતા.