એન્થોની આલ્બનીઝ 2 વખત ભારતના પ્રવાસે આવી ચુક્યા છે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના પદનામિત પ્રધાનમંત્રી એન્થોની આલ્બનીઝને સામાન્ય ચુંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે એકંદર વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહિયારી પ્રાથમિકતાઓ પર તેમની સાથે કામ કરવા આતુર છે.

આલ્બાનીઝ ભારતથી પરિચિત, 2 વખત કર્યો છે ભારતનો પ્રવાસ
પદનામિત વડાપ્રધાન અલ્બાનીઝ ભારતથી પરિચિત છે અને તેઓ અહીં 2 વખત મુલાકાત પણ લઈ ચૂક્યા છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓફરેલના જણાવ્યા અનુસાર, અલ્બાનીઝ ભારતથી અજાણ નથી. તેમણે 1991માં બેક-પેકર તરીકે ભારતનો પ્રવાસ કર્યો હતો. તેઓ 2018માં સંસદીય પક્ષનું નેતૃત્વ કરીને ભારત આવ્યા હતા. તેમના પ્રચાર અભિયાનમાં પણ તેમણે મજબૂત ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો.

QUAD સંગઠનને નહીં પડે કોઇ અસર- ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર
ટોક્યોમાં યોજાનારી ક્વાડ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. રસપ્રદ સંયોગ છે કે આ પહેલા પણ વડાપ્રધાન બનેલા સ્કોટ મોરિસન સાથે પીએમ મોદીની પહેલી મુલાકાત જાપાનમાં જ થઈ હતી. બંને નેતાઓ જૂન 2019માં જાપાનના ઓસાકામાં જી-20 સમિટ દરમિયાન મળ્યા હતા.