IPL 2021 ની 37 મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. બંને ટીમો IPL 2021 ના ​​પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. જ્યારે પંજાબ 9 માંથી ત્રણ મેચ જીતીને 7 માં સ્થાને છે. હૈદરાબાદ 8 માંથી એક મેચ જીતીને 8 મા સ્થાને છે. હૈદરાબાદ પાસે ક્વોલિફાયરમાં સ્થાન મેળવવાની તકો ઓછી હોવાથી તેમની નજર પંજાબ માટે સમીકરણ બગાડવા પર રહેશે.

બંને માટે હવે હારવાની મનાઈ છે. આવી સ્થિતીમાં જીત માટે જબરદસ્ત સંઘર્ષની આશા છે. પંજાબ કિંગ્સ ઘાયલ છે કારણ કે, તેઓ રાજસ્થાન રોયલ્સ સામે જીતેલી મેચ અંતમાં હારી ગયા હતા.  સનરાઇઝર્સ સામે આજની મેચ આઇપીએલમાં પંજાબ કિંગ્સ માટે 200 મી મેચ હશે. આ સાથે જ સનરાઈઝર્સ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ આજે પોતાની 150 મી IPL મેચ રમશે. ડેવિડ વોર્નર પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.  pbksડાબા હાથના ઓપનર વોર્નરે અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ સામે 140.11 ની સ્ટ્રાઈક રેટ અને 52.38 ની સરેરાશથી 943 રન બનાવ્યા છે. એટલે કે, આજે વોર્નરને પંજાબ કિંગ્સ સામે 1000 રન બનાવવાની તક મળશે, જેનાથી તે માત્ર 57 રન દૂર છે. જો સનરાઇઝર્સ હૈદરાબાદ જીતવા માંગતા હોય તો વોર્નરનું બેટ ચાલવુ જરૂરી છે.