– ટી-૨૦ના ફોર્મેટમાં બેટ્સમેન તરીકે રમતો રહેશે
– ભારતના નવા ટી-૨૦ કેપ્ટન બનવાની રેસમાં રોહિત શર્મા સૌથી આગળ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના ટી-૨૦ કેપ્ટન તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. કોહલીએ સોશિયલ મીડિયામાં એક સ્ટેટમેન્ટ રિલીઝ કરીને જાહેરાત કરી છે કે, ઓક્ટોબરમાં યુએઈમાં ટી-૨૦ વર્લ્ડ કપ શરૃ થવા જઈ રહ્યો છે, જે કેપ્ટન તરીકે મારો આખરી વર્લ્ડ કપ હશે. હું ટી-૨૦ કેપ્ટન તરીકે રાજીનામું આપ્યા બાદ પણ એક બેટ્સમેન તરીકે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમતો રહીશ.
છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે, કોહલી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડી દેશે. તેનું સ્થાન લેવા માટે રોહિત શર્મા હાલ રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે.