Mumbai Indians vs Kolkata knight Riders IPL 2021 Live: મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે આઈપીએલ 2021માં 34મી મેચ આજે શરૂ થશે. મુંબઈની ટીમ આઠમાંથી ચાર જીત સાથે આઈપીએલના પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) ની 34 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata knight Riders) મેચમાં પ્રથમ ટોસ જીતીને કોલકત્તા (KKR)એ પ્રથમ બોલિંગ  કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં મુંબઈ (MI)એ બેટીંગ શરૂ કરી અને સારી શરૂઆત મળી 10 ઓવરના અંતે મુંબઈએ 80 રન કરીને એક જ વિકેટ ગુમાવી હતી પરંતુ અંતે કોલકત્તાના બોલરોએ જોરદાર બોલિંગ કરી અને 20 ઓવરના અંતે મુંબઈએ 6 વિકેટ ગુમાવીને 155 રન કર્યા હતા. જેમાં કિષ્ણા અને લોકીને 2-2 વિકેટ મળી હતી. કોલકત્તાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને 15.1 ઓવરમાંજ 3 વિકેટ ગુમાવીને 159 રન કર્યા હતા. જેમાં રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) અને વેંક્ટેશ ઐયરની ફિફ્ટીની મદદથી કોલકત્તાએ મેચ જીતી લીધી છે જીત સાથે જ કોલકત્તાએ પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને પહોંચી ગઈ છે.