ફોરેન સર્વિસમાં પસંદગી પામ્યા બાદ સ્નેહા દુબે (Sneha Dubey)ની પહેલી નિમણૂક વિદેશ મંત્રાલયમાં થઈ હતી. ત્યારબાદ 2014માં ભારતીય દૂતાવાસ મેડ્રિડમાં તેમની નિમણૂક થઈ. વર્તમાનમાં સ્નેહા યુએનમાં ભારતના પહેલાં સેક્રેટરી ( India’s first secretary at UN) તરીકે ફરજ બજાવે છે.

કાશ્મીરને લઈને પાકિસ્તાન (Pakistan)ના નાપાક ઇરાદા જગજાહેર છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને (Pakistan PM Imran Khan) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ફરી ભારતનો રોષ વહોર્યો છે.

આતંકવાદને આશરો આપતાં અને લઘુમતિઓ પર દમન ગુજારતાં પાકિસ્તાનને ભારત તરફથી આકરી પ્રતિક્રિયા મળી છે. યુએનમાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ (Snea Dubey: India’s first secretary at UN) પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આતંકવાદને ખુલ્લું સમર્થન કરવાનો પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે.

‘આ દેશ એવો છે જે આગ લગાડીને આગ બૂઝાવનારાનો વેશપલટો કરે છે. પાકિસ્તાન ઘર આંગણે આતંકવાદને પોષે છે એવી આશા સાથે કે તેઓ ફક્ત પોતાના પાડોશીઓને નુકસાન પહોંચાડશે. અમારા પ્રદેશ ઉપરાંત આખું વિશ્વ તેમની નીતિઓને લીધે ઘણું સહન કરી રહ્યું છે.

બીજી તરફ તેઓ આતંકવાદી કૃત્યો તરીકે સાંપ્રદાયિક હિંસા છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’  સ્નેહા દુબેની આ પોસ્ટ સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ થઈ એના થોડા સમયમાં જ ભારતીઓ તેના પર ઓવારી ગયા હતા.

સ્નેહા 2012 બેચની મહિલા IFS (Indian Foreign Service) ઓફિસર છે, જેણે ગોવામાં શાળાકીય ભણતર પૂરું કર્યું હતું. ત્યારબાદ તેણે પૂણેની Fergusson Collegeમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને દિલ્હીની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ, જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાંથી Mphilની ડિગ્રી મેળવી હતી.

સ્નેહા 12 વર્ષની હતી ત્યારથી જ તે ભારતીય વિદેશ સેવામાં જોડાવા માગતી હતી. 2011માં તેણે પ્રથમ પ્રયત્ને જ UPSC પરીક્ષા પાસ કરી હતી. સ્નેહા દુબેને પહેલાંથી જ આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં રુચિ હતી અને નવી સંસ્કૃતિથી પરિચિત થવા અને લોકોની મદદ કરવાના હેતુથી તેણે ભારતીય વિદેશ સેવામાં જોડાવાનો નિર્ણય કર્યો.

ટ્રાવેલિંગની શોખીન સ્નેહા એવું માને છે કે IFS ઓફિસર તરીકે તેને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો શ્રેષ્ઠ મોકો મળ્યો છે. સ્નેહા પોતાના પરિવારની પહેલી વ્યક્તિ છે જે સરકારી સેવાઓમાં જોડાઈ છે. તેના પિતા મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને તેની માતા એક શિક્ષક છે.

ફોરેન સર્વિસમાં પસંદગી પામ્યા બાદ સ્નેહા દુબેની પહેલી નિમણૂક વિદેશ મંત્રાલયમાં થઈ હતી. ત્યારબાદ 2014માં ભારતીય દૂતાવાસ મેડ્રિડમાં તેમની નિમણૂક થઈ. વર્તમાનમાં સ્નેહા યુએનમાં ભારતના પહેલાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.

ટ્વિટર પર સ્નેહા દુબેના વીડિયોને લઈને યૂઝર્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #SnehaDubey ટ્રેન્ડ થઈ રહ્યું છે. એક યુઝરે પ્રશંસામાં લખ્યું છે કે, ‘પાકિસ્તાનના જોકરની બોલતી બંધ કરવાની શું રીત હતી આ… દરેક શબ્દ એકદમ વિચારપૂર્વક પસંદ કરવામાં આવ્યો હતો.. બ્રિલીયન્ટ.’ તો એકે લખ્યું છે કે, ‘યુએનમાં ભારતીય મહિલા મુત્સદ્દીઓ. એનમ ગંભીર, વિદિશા મૈત્રા અને હવે સ્નેહા દુબે દ્વારા જોરદાર રાઈટ-ટુ-રિપ્લાય.’