નમસ્કાર ગુજરાત ન્યૂઝ
Tata Sons હવે Air Indiaના નવા માલિક હશે. કંપનીએ 18,000 કરોડ રુપિયામાં બોલી લગાવીને આ સરકારી એરલાઈનને ખરીદી લીધી. આ રેસમાં SpiceJet ના અજય સિંહને પાછળ છોડી દીધા. આ સાથે જ હવે Tata Sonsની પાસે દેશમાં 3 એરલાઈન હશે.
ભારત સરકારે બુધવારે કહ્યું હતું કે દેશની સૌથી જૂની એવી એર ઇન્ડિયા ખરીદવા માટે ટાટા જૂથ અને સ્પાઇસ જેટ સહિત તેને અન્ય ઘણી કંપનીઓ તરફથી બીડ મળી ગઇ છે. દરમ્યાન ટાટા ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું હતું કે એર ઇન્ડિયાને ખરીદવા માટે તેમના ગ્રુપે પણ સરકારને પોતાની બીડ મોકલી આપી છે. સ્પાઇસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંઘે પમ કહ્યું હતું કે તેમણે એર ઇન્ડિયાને ખરીદવા તેમની ફાઇનાન્સિયલ બીડ સરકારને પહોંચાડી દીધી છે.
સરકારે કેટલાક વર્ષોથી એર ઈન્ડિયાને વેચવા માટે કાઢી હતી અને આ પહેલાનો સરકારનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સરકાર દ્વારા એર ઈન્ડિયાને વેચવા પાછળનુ મુખ્ય કારણ એર ઈન્ડિયા પરનુ દેવુ છે. સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી કે, એર ઈન્ડિયા પર 38366 કરોડ રૂપિયાનુ દેવુ છે. સરકારે સાથે સાથે એવુ પણ કહ્યુ હતુ કે, જો એરલાઈન નહીં વેચાય તો તેને બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
મળતી જાણકારી પ્રમાણે 31 માર્ચ,2020 સુધીમાં એર ઈન્ડિયાની ફિક્સ પ્રોપર્ટી 45863 કરોડ રૂપિયા હતી. જેમાં જમીન, બિલ્ડિંગ, એરક્રાફ્ટસનો કાફલો તેમજ એન્જિન સામેલ છે. સરકારે અગાઉ પણ કહ્યુ છે કે, એર ઈન્ડિયા વેચાશે તો પણ તેમાં કામ કરતા કર્મચારીઓનુ ધ્યાન રાખવામાં આવશે અને તેમનુ ભવિષ્ય સુરક્ષિત રહેશે. સરકારે ગયા વર્ષે જ એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી અને પ્રાઈવેટ પ્લેયર્સ પાસે બિડ મંગાવ્યા હતા.