પીએમ મોદીનુ ટાઈમ મેનેજમેન્ટ, 65 કલાકના અમેરિકા પ્રવાસ દરમિયાન 24 બેઠકોમાં ભાગ લીધો

અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીનુ ટાઈમ મેનેજમેન્ટ ફરી સામે આવ્યુ છે.  65 કલાકની અમેરિકાની યાત્રા દરમિયાન પીએમ મોદીએ 20 બેઠકોમાં ભાગ લીધો હતો અને ફ્લાઈટમાં જતી અને આવતી વખતે બીજી ચાર બેઠકો યોજી હતી.આમ પીએમ મોદીએ 65 કલાકમાં કુલ 24 બેઠકોમાં ભાગ લીધો હતો.  પીએમ મોદીએ અમેરિકા જતી વખતે ફ્લાઈટમાં સરકારી ફાઈલો ક્લીયર કરી હતી.સૂત્રોનુ કહેવુ છે કે, અમેરિકા જતી વખતે પીએમ મોદીએ ફ્લાીટમાં બે બેઠકો યોજી હતી.એ પછી તેઓ વોશિંગ્ટનની જે હોટલમાં  ઉતર્યા હાત ત્યાં તેમણે ત્રણ બેઠકો યોજી હતી.અમેરિકાની પાંચ કંપનીના પાંચ સીઈઓ સાથે તેમણે અલગ અલગ બેઠકો યોજી હતી.ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન તેમજ જાપાનના વડાપ્રધાન, અમેરિકાના રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ સાથે પણ તેમની અલગ અલગ બેઠકો યોજાઈ હતી.એ પછી પીએમ મોદીએ પોતાની ટીમ સાથે ત્રણ આંતરિક મિટિંગ કરી હતી.  પીએમ મોદીએ અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યાં સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો.પીએમ મોદી આજે અમેરિકાથી પાછા ફર્યા છે અને એ પછી પણ તેમનો વ્યસ્ત કાર્યક્રમ છે.