રાજસ્થાનમાં આજે રાજ્ય સરકારની સિવિલ સર્વિસ માટેની પરીક્ષાઓ  લેવાઈ રહી છે.જેમાં ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે અભૂતપૂર્વ કડકાઈ દાખવી છે.  જોકે એ પહેલા ચોરી કરાવવા માટેની એક એવી ટોળકીનો બિકાનેરમાં પર્દાફાશ થયો છે જે અંગે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

બીકાનેરમાં ચંપલની મદદથી ચોરી કરાવતી ટોળકી પકડાઈ છે.  આ ટોળકીના ત્રણ સભ્યો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.પરીક્ષા માટે સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે તે પ્રમાણે ઉમેદવારોને સાદા ચંપલ પહેરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આ ટોળકીએ ચંપલમાં બ્લુ ટુથ ડિવાઈસ સંતાડવાની ટ્રિક અપનાવી હતી.ઉમેદવાર એક વખત આ ચંપલ પહેરીને અંદર જાય એટલે બ્લુ ટૂથ ડિવાઈસ તેણે કાનમાં લગાડી દેવાનુ જ રહે.આ ડિવાઈસ સેન્ટરની બહાર બેઠેલા એક વ્યક્તિના મોબાઈલ સાથે કનેકટેડ રહેતુ હોય છે.જે ઉમેદવારને બહારથી જવાબો લખાવતો હોય છે.  પોલીસનુ કહેવુ છે કે, આ ચંપલની કિંમત 6 લાખ રુપિયા રાખવામાં આવી હતી.ટોળકીએ 25 ઉમેદવારોને સાધ્યા હતા અને તેમને આ ચંપલ વેચ્યા હતા.પોલીસ દ્વારા હવે કયા કયા ઉમેદવારો ચંપલ પહેરીને ચોરી કરવાનો પ્રયાસ કરવાના હતા તેની શોધખોળ શરુ કરાઈ છે.