સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાકિસ્તાન પાસે કાશ્મીર મુદ્દે બેસૂરો રાગ છેડવા સિવાય કોઈ મુદ્દો હોતો નથી. દુનિયાના બીજા દેશો જ્યારે ઈકોનોમી, શાંતિ અને વેપાર પર વાત કરી રહ્યા હતા ત્યારે ઈમરાખાને ફરી ઘસાયેલી રેકોર્ડ વગાડી હતી. 

મહાસભામાં ઈમરાનખાને પોતાના દેશની તળિયે ગયેલી વિશ્વસનિયતા પર વાત કરવાની જગ્યાએ ભારત સામે ઝેર ઓકતા કહ્યુ હતુ કે, પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે પણ સમગ્ર ક્ષેત્રની શાંતિ જમ્મુ કાશ્મીર વિવાદ પર આધાર રાખે છે. ભારતે કાશ્મીર પર બળજબરીપૂર્વક કબ્જો જમાવ્યો છે. ભારતની સરકાર ફાસીવાદી સરકાર છે.

  ઈમરાખાનને બળાપો કાઢતા કહ્યુ હતુ કે, દુનિયા પાકિસ્તાન માટે બે શબ્દો સારા કહી શકી નથી. અમને દરેક બાબત માટે ગુનેગાર ઠેરવવામાં આવે છે. અફઘાનિસ્તાનના મુદ્દે પાકિસ્તાને ભારે કિંમત ચુકવી છે. પાકિસ્તાને અમેરિકા માટે યુધ્ધ લડ્યુ છે પણ અમને એકલા પાડી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં અમેરિકાએ 480 ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો અમેરિકા સાથે નહીં પણ અમારી સાથે બદલો લેવા માંગે છે. જેના કારણે અમારે પાકિસ્તાનની રાજધાનીને કિલ્લામાં બદલી પડી છે. અફઘાનિસ્તાનમાં હથિયારોથી સ્થિતિ બદલાઈ શકે તેમ નથી. દુનિયાએ તાલિબાનને માન્યતા આપવી પડશે.