ન્યૂઝીલેન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેકક્લેએ ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય સમુદાય અને વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયને શ્રી રામ મંદિરના અભિષેક માટે અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ન્યૂઝીલેન્ડ સાથેની મિત્રતા માટે વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો હતો.
મેકક્લેએ કહ્યું કે ‘PM મોદી એવા પહેલા નેતા છે કે જેઓએ અમારા દેશના વડાપ્રધાનની નિમણૂક પર ફોન કરીને સૌ પ્રથમ અભિનંદન પાઠવ્યા હતા.
અમે ભારત સાથે મળીને કામ કરવા આતુર છીએ અને શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સિદ્ધિ માટે દરેકને અભિનંદન.