ઈમિગ્રેશન ન્યુઝીલેન્ડ 165000 માઇગ્રન્ટ્સ વર્કર્સને વન ઓફ રેસિડેન્સ વિઝા આપશે ?

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
કોવિડ -19 રોગચાળા દરમિયાન રેસિડેન્સી અરજીઓની પ્રક્રિયામાં વિલંબ થતાં skilled migrant worker ગુમાવી દેવાની સ્થિતિ બાદ ન્યુઝીલેન્ડએ વન ઓફ રેસિડેન્સ વિઝા આપવાની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગની રિપોર્ટ પ્રમાણે આ વિઝાની સંખ્યા 1,65,000 હોઇ શકે છે. કારણ કે હાલ ન્યૂઝીલેન્ડમાં માઇગ્રન્ટ્સ વર્કર્સની સંખ્યા અંદાજે 1 લાખ 65 હજાર છે. જોકે આ અંગેની વધુ જાણકારી ઇમિગ્રેશન મિનિસ્ટર ક્રિલ ફફોઇ આવતીકાલે આપી શકે છે. જેમાં સમય, સ્કિલ્સ અને લેંગ્વેજ અંગેની મહત્વપૂર્ણ જાહેરાતનો સમાવેશ થાય છે.

ઇમિગ્રેશન મિનિસ્ટર ક્રિસ ફફોઇએ ગુરુવારે વેલિંગ્ટનમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે કોવિડ -19 દ્વારા લાંબા સમયથી અમારા માઈગ્રંટ પરિવારો માટે આગળનો રસ્તો પૂરો પાડવા માટે કંઇ વિચારી રહ્યા હતા. હાલની પરિસ્થિતિને પગલે વ્યવસાયોને ભવિષ્યની યોજના બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી. જેના પગલે હવે અમે આ નિર્ણય લેવા જઇ રહ્યા છીએ, જેમાં તેઓ ભવિષ્ય અંગે નિશ્ચિંત થઇને નિર્ણય લઇ શકે છે. હાલના વન ઓફ રેસિડેન્સી વિઝા માઇગ્રન્ટ વર્કર માટે એક આસાન રાહ ચિંધનારો બની રહેશે, જેમણે કોવિડ મહામારી દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે.

Eligibility

Applicants must have met the criteria on 29 September 2021.

To be eligible you must:

  • have been in New Zealand on 29 September 2021, and
  • be on an eligible visa or have applied for an eligible visa before 29 September 2021 that is later granted.

You must also meet one of the three criteria:

  • have lived in New Zealand for three or more years, or
  • earn at or above the median wage ($27 per hour), or
  • work in a role on a scarce list.

If you meet the criteria for eligibility but are in Australia and have been unable to return to New Zealand by 29 September 2021, you may be considered eligible.

આ મહિનાની શરૂઆતમાં આંકડા સામે આવ્યા હતા, જેમાં લગભગ 3000 નર્સો અને ડોકટરો સહિત 26,000 લોકો હજુ પણ સ્કિલ્ડ માઇગ્રન્ટ કેટેગરી હેઠળ રેસિડેન્સી માટેની અરજી કરવાની રાહ જોઈ રહ્યા હતા.

નેશનલ પાર્ટીના એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી માગ કરી રહી હતી કે કોવિડ દરમિયાન માઇગ્રન્ટ વર્કર્સે દેશને ઘણી મદદ કરી છે અને તેમના માટે રેસિડેન્સી પાથવે ખોલવો જોઇએ. મેં ગઇકાલે જ કિધું હતું કે જેસિંડા આર્ડન સરકાર રેસિડેન્સી પાથવે અંગે વિચારી રહી છે અને ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની વેબસાઇટનો આકસ્મિક અપલોડ ફોટો આખરે સાચો ઠર્યો છે.

સોશિયલ મીડિયા પર પણ, સાંસદ રિકાર્ડો મેનેન્ડેઝ-માર્ચે જણાવ્યું હતું કે ગ્રીન પાર્ટી રેસિડેન્સી માટે આવા માર્ગો પ્રસ્તાવિત કરનાર પ્રથમ પાર્ટી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે યુનિયનો દ્વારા વિઝા ધારકો અને ઓવરસ્ટેયર્સને ટેકો આપવાની અને રોગચાળા દરમિયાન માફીની ઓફર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
શું જાહેરાત થઇ તે અંગે તમે ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની વેબસાઇટ પર ચકાસી શકો છો. https://www.immigration.govt.nz/new-zealand-visas/already-have-a-visa/one-off-residence-visa