ન્યૂઝીલેન્ડના સાંસદ ગોલરિઝ ઘહરમન ઉપર ચોરીનો આરોપ લાગતા ભારે હોબાળો મચી ગયો છે અને આખરે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
તેઓ પર બુટિક શોપમાંથી કપડાંની ચોરી કરી હોવાના ત્રણ આરોપ લાગ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, ગોલરિઝ ઘહરમન પર કપડાના બુટિક શોમાં ચોરીનો આરોપ લાગ્યો છે.
આરોપ છે કે તેઓએ ઓકલેન્ડના લક્ઝરી ક્લોથિંગ સ્ટોર અને વેલિંગ્ટન હાઈ-એન્ડ ક્લોથ્સમાંથી કપડાંની ચોરી કરી હતી.
આ ચોરીની ઘટના ડિસેમ્બર 2023ના અંતમાં બની હતી.

દરમ્યાન પોલીસ આ કેસોની તપાસ કરી રહી છે,ગોલરિઝ ઘહરમને પણ તેની સામે લાગેલા ચોરીના આરોપોનો જવાબ આપ્યો છે,તેણે કહ્યું, આવુ કેવી રીતે કર્યું તે તેને ખબર જ ન રહી કે આ બધું કેવી રીતે થઈ ગયુ.
ગોલરિઝ ઘહરમને વધુમાં કહ્યું કે પોતે આવું કરીને લોકોને નિરાશ કર્યા છે. અને તેઓ આનાથી ખૂબ જ દુઃખી છે. આ કોઈપણ રીતે યોગ્ય નથી. ગહરમનના જણાવ્યા અનુસાર, તે હવે આ બાબતે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ રહી છે. નિષ્ણાતને મળ્યા પછી, તેને સમજાયું કે તેની તબિયત સારી નથી, કંઈક ખોટું છે. ગોલરિઝ ઘહરમનના જણાવ્યા અનુસાર, હવે તે પહેલા તેના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે.
આ ઘટનાથી દુઃખી થઈને તે પદ પરથી રાજીનામું આપી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ગોલરિઝ ઘહરમન ન્યૂઝીલેન્ડમાં સાંસદ બન્યા ત્યારે સમગ્ર વિશ્વમાં તેના ખૂબજ વખાણ થયા હતા, કારણ કે તે શરણાર્થી તરીકે આવ્યા હતા. ન્યુઝીલેન્ડની સંસદમાં ચૂંટાયેલા તે પ્રથમ શરણાર્થી સાંસદ છે.

ગહરમન ન્યુઝીલેન્ડની ગ્રીન પાર્ટી તરફથી સંસદમાં પહોંચ્યા હતા,તે કાયદા સંબંધિત બાબતો પર તેમની પાર્ટીની પ્રવક્તા પણ છે.
ઈરાનમાં જન્મેલા 42 વર્ષીય ઘહરમન બાળપણમાં પરિવાર સાથે ન્યૂઝીલેન્ડ આવ્યા હતા.
તેને શરણાર્થી તરીકે રાજકીય આશ્રય આપવામાં આવ્યો હતો.
કાયદાનો અભ્યાસ કર્યા પછી, તે સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકારની વકીલ બન્યા હતા.
2017માં સાંસદ બનતા પહેલા તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં પણ કામ કર્યું હતું.
સાંસદ સામે કપડાંની દુકાનમાંથી ચોરી કરવાના ત્રણ આરોપ લાગ્યા હતા, ત્રણેય આરોપો વર્ષ 2023ના છે. ચોરીના બે આરોપ ઓકલેન્ડના લક્ઝરી ક્લોથિંગ સ્ટોરમાંથી અને એક વેલિંગ્ટનના કપડાના રિટેલ સ્ટોરમાંથી ચોરી કરવાનો આરોપ છે આમ ચોરીના ઉપરા ઉપરી ત્રણ આરોપોનો સામનો કરી રહેલા સાંસદ ગોલરિઝ ઘહરમને પોતાની ભૂલ એક્સેપ્ટ કરી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.