અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંદર્ભે ન્યુઝીલેન્ડના મંત્રી ડેવિડ સીમોરે કહ્યું – “જય શ્રી રામ…
તેઓએ કહ્યું કે હું પીએમ મોદી સહિત ભારતના તમામ લોકોને આ માટે અભિનંદન આપું છું.
હું વડા પ્રધાન મોદીજીને અભિનંદન આપવા માંગુ છું, જેમણે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ મંદિરનું બાંધકામ શક્ય બનાવ્યું છે.
હું PM મોદીની કાર્યશૈલીની પ્રશંસા કરું છું,તેઓ વિશ્વમાં પડકારોનો સામનો કરવામાં સક્ષમ છે.
ભગવાન શ્રીરામ મંદિરના દર્શન કરીને મને આનંદ થશે તેમ તેઓએ ઉમેર્યુ છે.
પીએમ મોદી અને ભારતની જનતાને અભિનંદન.

ન્યુઝીલેન્ડના મંત્રી, મેલિસા લી એ પણ ભારતના પીએમ મોદી અને જનતાને અભિનંદન પાઠવ્યા છે તેઓ કહે છે, હું અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયને શુભેચ્છા પાઠવું છું.
શ્રીરામ મંદિરના ઉદ્ઘાટન પર પીએમ મોદી અને ભારતની જનતાને અભિનંદન પાઠવું છે,
રામ મંદિરનું નિર્માણ એ વડાપ્રધાન મોદીના કામ અને 500 વર્ષ પછી આ મંદિરને પુનર્જીવિત કરવાની તેમની હિમાયતનું આ પરિણામ છે. હવે અહીં અર્થવ્યવસ્થાનો પણ વિકાસ થશે.
પીએમ મોદીનું સમગ્ર વિશ્વમાં સન્માન કરવામાં આવે છે અને તેઓ ભારતના લોકો માટે મહાન કામ કરે છે.
આમ,ન્યુઝીલેન્ડમાં હાલ ભારતીય સમુદાય અને સ્થાનિક નેતાઓમાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મામલે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.